• Gujarati News
  • કેલ્શિયમની સરકારી ગોળીઓ ફેંકી દેવાઇ

કેલ્શિયમની સરકારી ગોળીઓ ફેંકી દેવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજનાકંબોઇ ગામ પાસેની બનાસનદીના પટમાં ગુરુવારે સરકારી વપરાશની કેલ્શીયમની ટેબલેટ એક્સપાયરી ડેટ થયેલ હોવા છતાં તેના જથ્થાનો વેસ્ટ ગણી ફેંકી દેવામાં આવતાં લોકોમાં તર્ક-વિતર્ક ફેલાયા છે.

સરકાર દ્વારા સરકારી સિવિલ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં વિના મૂલ્યે દવાઓ અને સારવાર માટેની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પરંતુ કેટલીક જગ્યાએ આરોગ્ય કર્મીઓ દ્વારા તેનો દૂરપયોગ થતો હોવાની ફરીયાદ તેમજ અવાર-નવાર દવાઓનો સ્ટોક હોવાની બુમરાડ ઉઠતી હોય છે. ત્યારે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતી કેલ્શીયમની ગોળીનો જથ્થો ગુરુવારે કંબોઇ પાસેના બનાસનદીના અનુસંધાનપાના નં-8 પર...



પુલનાબન્ને છેડે વેસ્ટ તરીકે નાખી દેવામાં આવતાં લોકોમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છે. વળી, દવાનો જથ્થો એક્સપાયરી ડેટ પણ થયેલ નથી કારણ કે દરેક ટેબલેટ ઉપર 1-2016 સુધીની એક્સપાયરી ડેટ લખેલી છે. તો જથ્થો કયા કારણોસર અને કયા આરોગ્ય કેન્દ્રમાંથી વેસ્ટ તરીકે નાંખી દેવામાં આવ્યો છે. તેને લઈ અનેક તર્ક.વિતર્ક વહેતા થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી દવાખાનાઓમાં તબીબો દ્વારા મોટાભાગની દવાઓ બહારની ખાનગી મેડીકલ સ્ટોરમાંથી લાવવા લખી આપવામાં આવે છે. તો બીજી તરફ રીતે દવાઓને કારણવગર વેસ્ટ ગણી નાખી દઇ તેનો દુરપયોગ થઇ રહ્યો હોવાની રાવ પણ લોકોમાં ઊઠી છે.



જવાબદારો સામે કાર્યવાહી કરીશું

નદીનાપટમાંફેંકી દેવાયેલા સરકારી દવાના જથ્થાના બેચ નંબરના આધારે તપાસ કરાશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે -ડો.બ્રિજેશ વ્યાસ(બ્લોક હેલ્થ, અોફીસર શિહોરી)

{દવાઓ એક્સપાયરી હોવા છતાં ફેંકી દેવાઈ

{કંબોઇ પાસે નદીના પુલના છેડે સ્ટ્રીપો વેરણ-છેરણ

બનાસનદીના પટના પુલના બન્ને છેડે ગુરુવારે સરકારી વપરાશની કેલ્શીયમની ટેબલેટના જથ્થાનો વેસ્ટમાની નાશ કરાતા તર્કવિતર્ક ફેલાયા છે.-સજ્જનસિંહ સોલંકી