તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસ્ટીમેન્ટ ભરવા છતાં ખેડૂતોને વીજકનેકશન અપાતાં આક્રોશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાંકરેજ કિસાન સંઘન અને આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું


કાંકરેજનાકિસાનોને કેબલવાયર, ડી.પી. તેમજ એસ્ટીમેન્ટ ભરેલ ખેડૂતોને કનેકશનો અપાતાં ગુરુવારે કિસાન સંઘના ખેડૂતો અને આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અંગે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.

કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી ખાતે કિસાન સંઘના ખેડૂતો પોતાના કિસાન નેતાઓ સાથે ઉમટી પડ્યા હતા. અને યુજીવીસીએલ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવવા ન્યાય માટે મામલતદાર આર.ટી. કટારાને ગુરુવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ઓછા વરસાદને કારણે પાણીના તળ ઉંડા જવા લાગ્યા છે. 6 થી 12 મહિનાથી બોરના એસ્ટીમેન્ટના રૂપિયા ખેડૂતોએ વ્યાજે લાવી ભરેલ હોવા છતાં વિજ કંપની દ્વારા વિજ કનેકશનો ચાલુ કરાતાં ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. એકબાજુ બોરના કેબલવાયરોની હજારો અરજીઓનો ટેબલ ઉપર ખડકલો થઇ ગયો છે. પરંતુ બોર્ડના દ્વારા વ્હાલા-દવાલાની નીતિ અપનાવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આવેદન આપવાના કાર્યક્રમમાં કિસાન સંઘના ઉપપ્રમુખ કુરાભાઇ ચૌધરી, કાંકરેજ કિસાન સંઘના વાઘાભાઇ પટેલ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમને બનાસનદીમાં પાણી નાંખી જીવંત બનાવવા માટે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆતો કરવા કટીબદ્ધતા દાખવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો