• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • કાંકરેજતાલુકાના શિહોરી જગાણીવાસના ઠાકોર દાનસુંગજી ભીખાજી (ઉં.વ.60) જેઓ શનિવારે

કાંકરેજતાલુકાના શિહોરી જગાણીવાસના ઠાકોર દાનસુંગજી ભીખાજી (ઉં.વ.60) જેઓ શનિવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજતાલુકાના શિહોરી જગાણીવાસના ઠાકોર દાનસુંગજી ભીખાજી (ઉં.વ.60) જેઓ શનિવારે સવારે નદી પાર કરી રહ્યા હતા. જે દરમિયાન પાણીની આવક વધી જતાં તણાઇ ગયા હતા. આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો જોઇ જતાં ‘એ તણાયા-તણાયા’ ની બૂમો થવા લાગી હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે, બાબતે તંત્રને જાણ કરતાં મામલતદાર વી.એસ. પટેલે તાત્કાલિક તરવૈયાઓની ટીમ ઘટના સ્થળ ઉપર મોકલીને શોધખોળ ચાલુ કરી હતી.

જો કે, કલાકો વિતવા છતાં કોઇ ભાળ મળી નથી અને તરાપા, રસ્સી, ટ્યુબ સાથે તરવૈયા દિનેશ ચૌધરી અને બીજા અન્ય લોકોએ ભારે જહેમત ઉઠાવી જીવના જોખમે બનાસ નદીને ખુંદી વળ્યા હતા. પણ દાનસુંગજીનો મોડી સાંજ સુધી કોઇ પત્તો લાગ્યો નહતો. જ્યારે બનાસ ભારે વરસાદથી નદીમાં વધારે પાણીની આવક શરૂ થઇ જતાં ખેત વિસ્તારના લોકોમાં અત્યારે હાલ ભારે ભયનો માહોલ દેખાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...