• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • ખોડા વિનય વિદ્યામંદિરમાં રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસની ઊજવણી કરાઇ

ખોડા વિનય વિદ્યામંદિરમાં રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસની ઊજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી :કાંકરેજ તાલુકાના ખોડા વિનય વિદ્યામંદિરમાં આરોગ્યની ટીમ દ્વારા ગુરુવારના રોજ ‘રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસ’ ની ઉજવણી કરાઇ હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને તંદુરસ્તીનું મહત્વ સમજાવ્યું હતું. અને ‘રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસ’ ની ઉજવણી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-એ ના રાઉન્ડ સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે. શરીરમાં કૃમિથી થતાં નુકસાનની માહિતી આપી હતી અને શરીરને કૃમિથી રક્ષણ આપે તેવી ગોળીઓ પણ અપાઇ હતી. તસવીર-વિજયસિલ્વા

અન્ય સમાચારો પણ છે...