તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Kankrej
 • દિયોદર અને કાંકરેજ તાલુકા પંચાયતના કરાર આધારિત કર્મચારીઓની હડતાળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર અને કાંકરેજ તાલુકા પંચાયતના કરાર આધારિત કર્મચારીઓની હડતાળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દિયોદરઅને કાંકરેજ તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓએ સમાન કામ-સમાન વેતન સહિતના પ્રશ્નો અંગે ટીડીઓને રજૂઆત કરી અચોક્કસ મુદતની હડતાળ કરી છે.

દિયોદર ટીડીઓ એન.એમ. ઠાકોરને આપેલા આવેદનપત્રમાં તાલુકા- જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કામગીરીમાં અવારનવાર થતું શોષણ બંધ કરે અને નોકરીમાંથી બરતરફ કરવાની ધમકી બંધ કરી સરકારના નિયમોનુસાર એકસરખું વેતન મળે. ટીડીઓએ જણાવ્યું કે, હંગામી કર્મચારીઓના આવેદનપત્ર અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેમજ તાલુકા પંચાયત સ્ટાફ સાથે બેઠક યોજી સંકલન કરાશે.

જ્યારે કાંકરેજ તાલુકા પંચાયતમાં 11 માસના કરાર પર નોકરી કરતાં 3 ટીએલઇ અને 1 એમપીએસએ ગુરુવારે સમાન કામ, સમાન વેતન અને જોબ સિક્યુરિટીને લાગુ કરાવવા ટીડીઓને આવેદનપત્ર આપીશુક્રવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે.

સમાન કામ-સમાન વેતન અંગે ટીડીઓ સહિત ઉચ્ચ કક્ષાઅે રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો