કાંકરેજના ચાંગા ગામ નજીક નર્મદા કેનાલમાં બે યુવતીઓએ ઝંપલાવ્યું

બંને યુવતીઓ ક્યાંની છે અનેે કયા કારણસર પડી તે રહસ્ય અકબંધ, શોધખોળ ચાલુ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
કાંકરેજના ચાંગા ગામ નજીક નર્મદા કેનાલમાં બે યુવતીઓએ ઝંપલાવ્યું
કાંકરેજ તાલુકાના ચાંગા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગુરુવારે બપોરના સુમારે ભાભર તરફથી બે યુવતીઓ રિક્ષામાં બેસી ચાંગા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર આવી જોતજોતામાં કેનાલની અંદર મોતની છલાંગ લગાવી દીધી હતી. જેને લઇ આજુબાજુના લોકોએ દોડી આવી પોલીસને જાણ કરતાં તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. પરંતુ મોડે સુધી આ યુવતીઓનો કોઇ પત્તો લાગ્યો નહતો.

ચાંગા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ગુરુવારે બપોરના સુમારે ભાભર તરફથી બે યુવતીઓ રિક્ષામાં બેસી ચાંગા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર આવી રિક્ષામાંથી ઉતરી હતી. જોતજોતામાં કેનાલની અંદર મોતની છલાંગ લગાવી દીધી હતી. ખેતરમાં કામ કરી રહેલા લોકોને થરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીઓને કેનાલમાંથી શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોડે સુધી યુવતીઓની શોધખોળ ચાલુ હતી તેમજ આ યુવતીઓ ક્યાંથી આવી અને કેમ કેનાલમાં કૂદી તેવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાતા હતા.

સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. તસવીર-વિષ્ણુ પંડ્યા

X
કાંકરેજના ચાંગા ગામ નજીક નર્મદા કેનાલમાં બે યુવતીઓએ ઝંપલાવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App