શિહોરી-પાટણ રોડ ઉપરથી રોયલ્ટી વગરના બે ડમ્પર પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજ તાલુકાના શિહોરી-પાટણ રોડ ઉપર વહેલી સવારે એક તાડપત્રી ઢાંકેલું અને એક ખુલ્લી રેતી ભરેલા બે ડમ્પર ઝડપી પાડ્યા હતા. જ્યારે ડમ્પર નંબર આરજે-16-જીએ-2155 વજન 24 ટન, જ્યારે બીજુ ડમ્પર નંબર જીજે-02-5959 વજન આશરે 25 ટન રેતીના ભરેલા બંને ડમ્પરને કાંકરેજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણએ રોકાવી ઉભા રાખી પાસ પરમીટ રોયલ્ટી જોવા માંગતા ડ્રાઇવરોએ ગલ્લા-તલ્લા કરતાં તેમની પાસે કોઇ પરમીટ ના મળતા બંને ગાડીઓ શિહોરી પોલીસ સ્ટેશનમાં મુકી કાયદેસરની કાર્યવાહી કરી ખાણ ખનીજ વિભાગ પાલનપુરને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...