તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભદ્રેવાડીથી સાકરીયાને જોડતો રસ્તો બિસમાર હાલતમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી | કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામથી સાકરીયા ગામને જોડતો માર્ગ બિસમાર હાલતમાં માર્ગની હાલત એટલી બધી ખરાબ છે કે સાકરીયાથી ભદ્રવાડી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને અને વાહનચાલકોને ઘણી તકલીફ પડે છે.જેના લીધે બાળકો સમયસર સ્કૂલે પહુચી શકતા નથી. સ્કુલેથી છૂટીને ઘરે પરત સાકરીયા જવા નિકળે ત્યારે આ બિસ્માર રસ્તામાં પંચર પડતા સમયસર ઘરે ન પોહચતા વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અધ્ધર થઈ જવા પામે છે.ભદ્રવાડીના લોકોને પાટણ કે હારીજ ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલ માં જઈ શકાતુ નથી વારંવાર ગામ લોકો દ્વારા અવારનવાર તંત્રને જાણ કરવામાં આવી છે. પરંતુ અધિકારી ચેકિંગ સર્વે કરીને જાય પછી પાછા આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...