તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Kankrej
  • Kankrej કાંકરેજની તેરવાડા પ્રા. શાળામાં આચાર્યની બદલીના મુદ્દે તાળાબંધી

કાંકરેજની તેરવાડા પ્રા. શાળામાં આચાર્યની બદલીના મુદ્દે તાળાબંધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજ | કાંકરેજ તાલુકાની તેરવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે તેમજ આચાર્યની ઓફિસમાં મનમાનીને લઇ બદલીની માંગ સાથે વાલીઓ દ્વારા ગુરૂવાર અને શુક્રવારે શાળાની તાળાબંધી કરાઈ હતી. આ બાબતની જાણ તંત્રને થતા વાલીઓ તેમજ શિક્ષકો સાથે બેઠક શુક્રવારે સમજાવટથી શાળાને રાબેતા મુજબ ચાલુ કરાઈ હતી.

આચાર્યની બદલી ખાતરીની આપ્યા બાદ તંત્રની સમજાવટથી થરા પોલીસની હાજરીમાં શાળાને રાબેતા મુજબ ચાલુ કરાઈ
તેરવાડા પ્રાથમિક શાળાના આચાર્યની મનમાની ને લઇ બાળકોના વાલીઓ ગામમાં ભેગા થઇ આચાર્યની બદલી કરવાની માંગ કરી ગુરૂવારે શાળાની તાળાબંધી કરી હતી. જેને લઇ શાળામાં તાળું મારતાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી. તાળાબંધીની જાણ શુક્રવારે થતા કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ ને થતાં તાળાબંદી અંગે ગ્રામજનો, શિક્ષકો અને વાલીઓ સાથે સુમેળ કરાવી તાળાં ખોલી નાખ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કર્યું હતું.

તેરવાડા ગામના વાલી અને શાળાના શિક્ષકો દ્વારા લેખિતમાં અરજી કરી શિક્ષણ વિભાગને આચાર્યની બદલી કરવા માંગણી કરી હતી. જે બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા બદલી કરવાની ખાતરી આપી હતી. થરા પોલીસ દ્વારા કોઈ અનિચ્છય બનાવ ના બને તે માટે સ્થળ પર હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...