• Gujarati News
  • વીજ વાયરના અભાવે 55 ખેડૂતો વીજજોડાણથી વંચિત

વીજ વાયરના અભાવે 55 ખેડૂતો વીજજોડાણથી વંચિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજતાલુકાના 55 જેટલા ખેડૂતોને વીજ કંપની દ્વારા કૃષિલક્ષી વીજ જોડાણ આપવામાં આવ્યા નથી. જેના પરિણામે ખેડૂતોને વીજળીના અભાવે ખેતી કરવી મુશ્કેલ બની ગઇ છે. અંગે તેઓએ વીજ કંપનીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કંપનીના જવાબદારો દ્વારા ગલ્લા-તલ્લા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

કાંકરેજ તાલુકાના અનેક ખેડૂતોએ ઉત્તર ગુજરાત વીજ કંપનીમાંથી કૃષિલક્ષી વીજ જોડાણ મેળવવા અરજીઓ કરી હતી. જે પૈકી કેટલાક ખેડૂતોએ તે માટે એસ્ટીમેન્ટ પણ ભરેલ છે તેમ છતાં છેલ્લા છ-સાત મહિનાથી અંદાજે 55 જેટલા ખેડૂતોને હજુ સુધી વીજ જોડાણ આપવામાં આવ્યા હોઇ ખેડૂતોને વાવેતરમાં મુશ્કેલી ઉદભવી છે. એક તરફ નબળું ચોમાસું અને સતત ઉંડા જતાં પાણીના તળના કારણે વીજ પુરવઠો આવશ્યક હોઇ ખેડૂતો વીજળીના અભાવે વાવેતર કરી શકતા નથી.

અંગે ઉંબરી ગામના ભુદરજી ઘેમરજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ખેતી માટે વીજ જોડાણની માંગણી કરેલ છે. પરંતુ હજુ સુધી વીજ કચેરી દ્વારા જોડાણ આપવામાં આવ્યું નથી. અંગે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ અપાતો નથી. આથી વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે.

કેબલ હોવાથી જોડાણ આપી શકતા નથી

‘સર્વિસવાયરવગર વીજ જોડાણ આપી શકાતા નથી. જો કે, અઠવાડીયા અગાઉ સર્કલ ઓફીસમાં કેબલની માંગણી કરી છે. જે આવ્યા બાદ જોડાણ અપાશે.’ - બી.વી.સુતરીયા (ઇજનેર,ઉ.ગુ. વીજકંપની, શિહોરી)

વીજ કંપની દ્વારા કૃષિલક્ષી વીજ જોડાણ નહીં મળતાં ખેડૂતોને વીજળીના અભાવે ખેતી કરવી મુશ્કેલ બની ગઇ છે. /ગજુભા વાઘેલા

કાંકરેજ તાલુકાના ખેડૂતોે રજૂઆતો કરી થાક્યા