• Gujarati News
  • મોદી વડાપ્રધાન બનતાં ખેરાલુમાં ધેર ધેર લાડું વહેંચાયા

મોદી વડાપ્રધાન બનતાં ખેરાલુમાં ધેર ધેર લાડું વહેંચાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુની ગલીઓમાં બાળપણ વિતાવી ચુકેલા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમવારની સાંજે દિલ્હી ખાતે વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરતાં ખેરાલુમાં ધારાસભ્ય સહિતની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યક્રરોએ નગરજનો વરચે જઇ વિજયોત્સવ મનાવ્યો હતો. જયારે પુનામાં વસતા ખેરાલુના મોદી બિલ્ડર પરિવારે નગરમાં ધેર ધેર લાડુનું વિતરણ કર્યુ હતું. જયારે સતલાસણામાં પણ આતશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો.
મહારાષ્ટ્રના પુનામાં સ્થાયી થયેલા મોદી બિલ્ડર રમેશભાઇ શાંતીલાલ મોદી અને તેમના ભાઇ ભરતભાઇ શાંતીલાલ મોદીએ ખેરાલુના હોવાના નાતે નરેન્દ્રભાઇ મોદીના શપથ સમારોહ પૂર્વે નગરજનોમાં ૧૪,૦૦૦ જેટલાં લાડુંનું વિતરણ કર્યુ હતું. તો વળી વિતરણમાં જોડાયેલા રી ાાવાળા મોદીના વડાપ્રધાન બનવાથી એટલા પ્રભાવિત થઇ ઉઠયા હતા કે તમામે રી ાા ભાડું લેવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ચૌદ જેટલા રી ાાવાળાઓ નગરના ૭ વોર્ડમાં લાડુંનું વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા. અનેક અવરોધો પાર કરી કેન્દ્રમાં વડાપ્રધાનપદ ધારણ કરનારા મોદીએ આમ આદમીનાં દિલ જીતી લીધા હોય તેવો માહોલ છવાયો હતો.
સમી સાંજે મોદીએ વડાપ્રધાન પદના શપથ લેતાં લોકો મોટી સંખ્યામાં ખારીકુઇ ચોકમાં એકત્ર થયા હતા. જેમાં નગરજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અને નગરપતિએ અંબાજીમાતાના મંદિરમાં માતાજીને લાડુનો પ્રસાદ ધરાવી એકબીજાના મોં મીંઠા કર્યા હતા અને આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો. આજ પ્રકારે સતલાસણાની જીવનધારા ચોકડી ખાતે એકત્ર થયેલા ભાજપ કાર્યક્રરોએ ગ્રામજનોની વરચે જઇ આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.

ચોવીસ કલાકથી ચાલતી હતી લાડુની તૈયારી
મોદી બિલ્ડરર્સ દ્વારા નગરજનોમાં વહેંચાયા ૧૪ હજાર લાડુની તૈયારી ગઇકાલ સાંજથી શરૂ કરવામાં આવી હતી. રસોઇયા રમેશભાઇ મારવાડીના જણાવ્યા મુજબ લાડુમાં ૩૫ મણ ભૈડું, ૯ ડબા શુદ્ધ ઘી, ૮ ડબા તેલ, ૧૮ મણ ખાંડ અને એક મણ સુકો મેવો ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.
સુરતમાં નમોની શપથવિધીનું લાઇવ પ્રસારણ
નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે વડાપ્રધાન પદના શપથ લેતાં પુનામાં વસતા ખેરાલુના મોદી બિલ્ડર્સ પરિવારે ખેરાલુમાં ધેર ધેર લાડુનું વિતરણ કરવાની સાથોસાથ સુરતમાં વસતા મોદી સમાજના તમામ લોકોને ભોજન કરાવ્યું હતું અને મોટા પડદા પર શપથવિધીનું લાઇવ પ્રસારણ રજુ કરી સામાજિક ખુશી વ્યકત કરી હતી.