• Gujarati News
  • કડીના થોળ રોડ ગણેશોત્સવને સર્વશ્રેષ્ઠ એવોર્ડ

કડીના થોળ રોડ ગણેશોત્સવને સર્વશ્રેષ્ઠ એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીનાથોળ રોડ પર ગણેશ યુવક મંડળ દ્વારા યોજાયેલા ગણેશોત્સવને ગુજરાત ગણેશ એસોસીએશન દ્વારા શ્રેષ્ઠ ગણેશોત્સવનો એવોર્ડ આપવામાં આવતાં આયોજકો અને કડીના ભક્તોમાં અાનંદની લાગણી પ્રસરી છે.

કડીના થોળ રોડ પર ગણેશ યુવક મંડળ દ્વારા સતત આઠમા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સતત અગિયાર દિવસ સુધી ભક્તિમય પ્રસંગોથી લોકો ગણેશમય બન્યા હતા. કડીના ગણેશ ઉત્સવને સતત બીજા વર્ષે ગુજરાત ગણેશોત્સવનો એવોર્ડ લોકમાન્ય તિલક એવોર્ડ એનાયત કરતાં કડીના ગણેશ યુવક મંડળ અને કડીના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. મંડળ દ્વારા ભક્તોને પાર્કિગથી માંડી બેસવાની, પાણીની તેમજ વરસાદથી બચવા વોટરપ્રુફ મંડપ સહિતની બાબતોનું ધ્યાન આપી સુંદર આયોજન કર્યું હતું.