• Gujarati News
  • વાદળીયા માહોલ વચ્ચે ઝરમર, જોટાણામાં 20 અને સતલાસણામાં 2 મીમી વરસાદ થયો

વાદળીયા માહોલ વચ્ચે ઝરમર, જોટાણામાં 20 અને સતલાસણામાં 2 મીમી વરસાદ થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરસહિત જિલ્લામાં ગુરૂવાર સવારે આઠ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકના નોંધાયેલા સરેરાશ દોઢ ઇંચ વરસાદ બાદ દિવસે પણ વાદળછાયો માહોલ છવાયો હતો અને વરસાદી ઝરમર ચાલુ રહી હતી. જ્યો જોટાણામાં પોણો ઇંચ નોંધપાત્ર વરસાદ થયો હતો.

જિલ્લામાં ગુરૂવારે સવાર સુધી છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૩૭ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ઊંઝા પંથકમાં ૧૧૨ મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે કડીમાં ૭૬મીમી, વિસનગરમાં ૫૬મીમી, વડનગરમાં ૪૦ મીમી, મહેસાણામાં ૨૨ મીમી, ખેરાલુમાં ૧૫મીમી અને જોટાણામાં મીમી વરસાદ થયો હતો. સંજોગોમાં ગુરૂવારે દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ રહ્યો હતો. દિવસે સમયાંત્તરે છુટો છવાયો હળવો વરસાદ થયો હતો. જેમાં જોટાણામાં નોંધપાત્ર ૨૦ મીમી અને સતલાસણામાં મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે બપોરે ઉઘાડ નીકળતાં ગરમીનો પારો ઉપર ચઢ્યો હતો અને મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સે. નોંધાયું હતું.