• Gujarati News
  • ઉજજનવાડા હત્યા કેસમાં સાળાની ધરપકડ, ચાર આરોપી હજી ફરાર

ઉજજનવાડા હત્યા કેસમાં સાળાની ધરપકડ, ચાર આરોપી હજી ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજ તાલુકાના શિરવાડાનો યુવક તેના કૌટુંબિક ભાઇને સાથે લઇ સોમવારે રાત્રે તેની પત્નીને લેવા માટે ઉજજનવાડા ગામે ગયો હતો. જયાં રકઝક બાદ ઉશ્કેરાયેલા સાસરીપ ાના સભ્યોએ ધારીયા વડે હુમલો કરી યુવકના કૌૈટુંબિકભાઇની હત્યા કરતાં ચકચાર મચી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને મહેસાણા ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે બુધવારે સાળાની ધરપકડ કરી છે.
શીરવાડા ગામના કાળુભાઇ મણીલાલ જોષીના લગ્ન ભાભર તાલુકાના ઉજજનવાડા ગામે કમુબેન ગણેશભાઇ રાવલ સાથે સાટામાં થયા હતા. દરમિયાન કાળુભાઇ જોષી સોમવારે તેમના કૌટુંબિક ભાઇ વિષ્ણુભાઇ કાશીરામ જોષી (૨૨)ને સાથે લઇ તેની પત્ની કમુબેનને તેડવા માટે ઉજજનવાડા ગયા હતા. જયાં રકઝક થતાં કાળુભાઇના સાસરિયાં ઉશ્કેરાઇ ગયા હતા અને ધારિયા -લાકડી વડે હુમલો કરતાં વિષ્ણુભાઇ જોષીના માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું હતું. જયારે કાળુભાઇને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ ભાભર અને ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. આ ઘટનામાં કાળુભાઇની બહેને ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચ વ્યકિતઓ સામે ગુનો નોંઘ્યો છે.
જેમાં બુધવારે પોલીસે ખેતાભાઇ ગણેશભાઇ રાવલની ધરપકડ કરી હતી. જયારે નાસતા ફરતા ગણેશભાઇ જેમલભાઇ રાવલ, હેમાભાઇ ગણેશભાઇ રાવલ, કમુબેન ગણેશભાઇ રાવલ અને નિરૂબેન ગણેશભાઇ રાવલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઉજજનવાડા હત્યા કેસમાં પોલીસે એક આરોપીની બુધવારે ધરપકડ કરી હતી. -મનજી પટેલ