• Gujarati News
  • પથ્થરનો ઘા ઝીકીં રિ ાાચાલક મિત્રની હત્યા કરનાર હત્યારો ઝબ્બે

પથ્થરનો ઘા ઝીકીં રિ ાાચાલક મિત્રની હત્યા કરનાર હત્યારો ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એ-ડીવીઝન પોલીસે મોબાઇલના આધારે પોસ્ટ ઓફીસ પાસેથી પકડી લીધો
હત્યારાને સબજેલમાં ધકેલી દેવાયો
ભાસ્કર ન્યુઝ.હિંમતનગર
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં જન્માષ્ટમીની સાંજે શારદાકુંજ વિસ્તારમાં રહેતા એક યુવકને તેની પિત્નની હાજરીમાં મશ્કરી કરવાના મામલાના ઉશ્કેરાટમાં મિત્ર એજ મિત્રની પથ્થર મારી હત્યા કરી દીધી હતી. જે અંગેની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસે મંગળવારે રાત્રે હત્યારાને મુખ્ય પોસ્ટ ઓફીસ પાસેથી ઝડપી લીધો હતો અને તેને કોર્ટમાં રજુ કરાયા બાદ સબજેલમાં મોકલી દેવાયો હતો.
શારદાકુંજમાં આવેલ રામેશ્વર મંદિર પાસે જન્માષ્ટમીની સાંજે સહયોગનગરમાં રહેતા જવાનસિંહ ગંભીરસિંહ રાઠોડ તેમની પિત્ન હંસાબેનની સાથે પોતાની રી ાામાં બેઠા હતા. દરમિયાન ગિરધરનગરની સરકારી વસાહતમાં રહેતા કટાજી ઉર્ફે કતીયો પંચણાજી ભાટે રી ાા નજીક આવી જવાનસિંહ સાથે મસ્તી કરી હતી. જેથી જવાનસિંહે પિત્ન સાથે હોઇ મસ્તી કરવા ના કાુ હતું.
ત્યારબાદ જવાનસિંહ રી ાામાંથી ઉતરી ગલ્લા પર જતો હતો ત્યારે કટાજીએ અચાનક ઉશ્કેરાઇ જઇ જવાનસિંહના માથામાં પથ્થર મારી ગંભીર ઇજા પહોચાડી હતી. જેથી તેને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઇ જવાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ આ અંગે કટાજી વિરૂઘ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે સંદર્ભે પોલીસે કટાજી ભાટનો મોબાઇલ ચાલુ હોવાથી તેનું લોકેશન મેળવી લીધુ હતું અને મંગળવારે રાત્રે તેને હિંમતનગરની મુખ્ય પોસ્ટ ઓફીસ પાસેથી ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે તેને હિંમતનગરની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરાયો હતો.
તસવીરમાં ગોળ રાઉન્ડમાં દેખાતા મિત્રના હત્યારાને પોલીસે ઝડપી લીધો હતો.