તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસે કા ખેલ...ઓલ થીંગ્સ આર શાઇનિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે વર્ષની શરૂઆતમાં જ્યારે નબળા ફંડામેન્ટલ અને આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં આવડી મોટી તેજીનું કારણ શું ? તેમાં નાણાં રોલ મહત્વનો છે. જ્યારે લોકોની જરૂરીયાત કરતા વધુ નાણાં બજારમાં ઠલવાય છે ત્યારે દરેક અસક્યામતો (એસેટ્સ)ના મુલ્યમાં વધારો થતો હોય છે. અને હાલ આપણે તે દિશા તરફ જઇ રહ્યાં છે. વિકસીત દેશો તરફથી મનફાવે તેમ સસ્તા નાણાંનો પ્રવાહ મોટા પ્રવાહ વધવાથી વળતરની અપેક્ષા પાછળ દરેક અસક્યામત તેના મૂળ મુલ્ય કરતા વધુ મુલ્ય પર આવવા લાગી છે. 2008 થી 2016 દરમિયાન બેંક ઓફ જાપાનની બેલેન્સીટ 113 ટ્રીલીયન યેનથી 432 ટ્રીલીયન યેન જ્યારે ફેડરલ રીઝર્વની બેલેન્સ સીટમાં પણ આશરે 2.9 ગણો વધારો જોવા મળ્યો છે. જે સસ્તા નાણાંના પ્રવાહનું સુચક છે. મારી કોલમ વાંચનાર વાચક મિત્રોને કદાચ યાદ હશે કે વર્ષની શરૂઆતમાં આપણે ત્રણ સોનાની તેજી વિષે વાત કરી હતી. જેમાં પીળું સોનું (ગોલ્ડ), કાળુ સોનું (ક્રૂડ અોઇલ), અને સફેદ સોનું (રૂ) ઉપરોક્ત ત્રણેય કોમોડિટીમાં ધારણા કરતા ઝડપી આગઝરતી તેજી જોવા મળી છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનામાં સરેરાશ 30 ટકા, કાચુતેલ (ક્રૂડ)માં 25 ટકા અને જ્યારે રૂમાં 44 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. હવે પ્રશ્ન છે કે આગળ શું ?

સૌથી પહેલા સોનાની વાત કરીએ બાકી રહેલા મહિનામાં સોનાની તેજીની ચાલ થોડી ધીમી પડતી દેખાય અને ભાવો એક સાંકડી રેન્જમાં ટ્રેડ થતા જોવા મળી શકે. જ્યારે આંતરરાષ્ટ્રીય સોનામાં 1500 જ્યારે નીચામાં 1180 ડોલરની રેન્જ જોવા મળી શકે છે. ક્રૂડની તેજી-મંદીની ચાલ વિષે વાત કરીએ તો છેલ્લા એક મહિનાથી ક્રૂડ 50ની સપાટીને અડ્યા બાદ થાક ખાતું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર વાહનોના વેચાણમાં વૃદ્ધિ કાચાતેલમાં ઉછાળા બતાવી શકે છે. લેવલ પ્રમાણે ક્રૂડ 70 અને 35 ડોલર મહત્વની રેન્જ છે. છેલ્લા ત્રીજું સોનું વ્હાઇટ ગોલ્ડ (રૂ) જેમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર 75 સેન્ટ છે જેમાં ટુંકાગાળા માટે એક નાનકડો ઘટાડો આવી શકે છે પણ જો લાંબાગાળાનું ધ્યાન કાઢીએ તો તેમાં હજુ પણ વધારાનો અવકાશ છે તેમાં તે વધીને 84 સેન્ટ સુધી પણ જઇ શકે છે. પરંતુ ભારતીય રૂ અત્યારથી અમેરિકન રૂ કરતા મોટા પ્રિમિયમ પર ચાલી રહ્યું છે. જેથી આંતરરાષ્ટ્રીય રૂની તેજી પાછળ ભારતીય રૂમાં તેટલો વધારો થાય તે જરૂરી નથી. અત્યારે ભારતીય રૂ ચાઇનીઝ રૂ કરતા 10 ટકા કરતા વધુ પ્રિમિયમમાં છે. જ્યારે અમેરિકન કરતા 15 ટકા કરતા પણ વધુ છે. ભાવના મોટા તફાવતને લઇને ટુંકાગાળામાં ભારતીય રૂ નીચે આવે તેવા સંજોગો લાગી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો