તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરણનગર હીટાચી કંપનીના કામદારે ઝેરી દવા પી લેતાં ચકચાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીતાલુકાના કરણનગર સ્થિત હીટાચી કંપનીમાં નોકરી કરતાં બલાસરના કામદારે નોકરી દરમિયાન ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. બનાવ અંગે કડી પોલીસે તપાસ હાથ ધરેલ છે.

કડીના બલાસર ગામનો યુવાન પરમાર અલ્પેશકુમાર નારણભાઈ તાલુકાના કરણનગર ગામ સ્થિત હિટાચી કંપનીમાં નોકરી કરે છે. ગત બુધવારના રોજ રાત્રી દરમિયાન કંપનીમાં નોકરી પર હતો. રાત્રીના લગભગ સાડા આઠ વાગ્યાના સુમારે અલ્પેશે અગમ્ય કારણોસર કંપનીમાં ફરજ દરમિયાન કંપનીમાં ફરજ દરમિયાન ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં અન્ય કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવને પગલે તાત્કાલિક તેને બેભાન અવસ્થામાં શહેરની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. જે અંગે કડી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હેડકોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમારે હાથ ધરેલ છે. કામદારે અચાનક આવું પગલું કેમ ભર્યુ હશે તેને લઇ ભારે ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...