તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 યુવાનોને આઈએસમાં દોરનાર મૌલવીની કેરળથી ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઅને કેરળના 20થી વધુ મુસ્લિમ યુવાનોને આતંકવાદી સંગઠન આઈએસમાં દોરનાર મૌલવી મહંમદ હનીફની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેરળના કન્નુર જિલ્લાના પેરિંગાથૂર વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

હનીફ વિશે માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના સિનિયર ઈન્સ્પેક્ટર વિનાયક ઘોરપડેની આગેવાનીમાં ટીમે શનિવારે રાત્રે હનીફની ધરપકડ કરી હતી. તેને રવિવારે હોલીડે કોર્ટમાં હાજર કરાતાં 20મી ઓગસ્ટ સુધી રિમાંડ પર લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતમાં આઈએસના નેટવર્કમાં હનીફ એક મહત્ત્વપૂર્ણ કડી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

26 વર્ષીય હનીફ મૂળ કેરળના વાયનાડ જિલ્લાના કંબાલાક્કડનો રહેવાસી છે. તેની સામે કેરળમાંથી ગુમ થયેલા 21માંથી એક યુવાન અશફાક ગુમ થયા પછી અને બાદમાં તેને આઈએસમાં જોડાવા માટે દોરવણી આપ્યા પછી તેના પિતા અબ્દુલ માજીદ કાદર ખાન દ્વારા 6 ઓગસ્ટના રોજ મુંબઈ પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિ પ્રતિબંધાત્મક ધારા (યુએપીએ) હેઠળ અમુક લોકો સામે ગુના દાખલ કર્યા હતા, જેમાં હનીફ પણ એક હતો. અશફાકને આઈએસમાં હનીફે દોર્યો હતો, એવો આરોપ અબ્દુલ માજીદ કાદર ખાને કર્યો હતો.

અગાઉ ઝાકીર નાઈકના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનનો ગેસ્ટ રિલેશનશિપ મેનેજર અર્શી કુરેશી અને અલ- બિર ફાઉન્ડેશનનો સ્વયંસેવક રિઝવાન ખાન સામે પણ કેસમાં ગુના દાખલ કર્યા પછી કેરળ પોલીસે ગયા મહિને તેમની ધરપકડ કરી હતી. કેસમાં વધુ એક આરોપી રાશીદ અબદુલ્લા પણ દેશ છોડીને આઈએસમાં જોડાઈ ગયો હોવાની માહિતી પોલીસને મળી છે.દરમિયાન અશફાકના પિતાએ ફરિયાદમાં એવો પણ દાવો કર્યો હતો કે તેનો પુત્ર અશફાક કેરળના કાસારાગોડ જિલ્લામાં પોતાના વતનમાં હનીફને મળવા ગયો હતો, જે પછી તેને આઈએસમાં જોડાવા માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યો હતો. હનીફે અનેક વાર અશફાકની મુલાકાત કુરેશી અને રિઝવાન ખાન સાથે કરાવી હતી અને ત્રણેય અનેક વાર કેરળમાં અને મુંબઈમાં ડોંગરી સ્થિત આઈઆરએફના કાર્યાલયમાં મળ્યા હતા. કેરળ પોલીસ 21 ગાયબ થઈ ગયેલા યુવાનમાંથી મેરિન ઉર્ફે મરિયમના ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી આવી ફરિયાદની પણ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો