• Gujarati News
  • દીકરો બની ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળતી પુત્રી

દીકરો બની ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળતી પુત્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : શહેરનીઆઠ ભાઇ બહેનો પેકીની એક મુસ્લિમ યુવતી સાલેહાબાનુ તેના પિતાના સંઘર્ષમય જીવનમાં ડાબો હાથ બનીને દીકરાની ગરજ સારી રહી છે. તેણી સખત પરિશ્રમ અને કામના ભારણ વચચે પણ હસતી ખેલતી સાલુ આજે તેના પિતાનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળી લીધો છે. એટલુંજ નહીં રિક્ષા ચલાવીને આખા પાટણ શહેરમાં પાર્સલોની ડિલીવરી કરવા પણ જાય છે. બુકડી વિસ્તારમાં જુમ્મા મસ્જીદ નજીક રહેતા આલમખાન પઠાણને સાત દીકરીઓ પછી એક દીકરો છે. તેઓ ટ્રાન્સપોર્ટનો વ્યસાય કરીને મોંઘવારીના સમયમાં ઝાઝા સભ્યોનું ગુજરાન ચલાવતા હતા પણ આટલા મોટા પરીવારનું ગુજરાન એકલા હાથ ચલાવવુ અઘરુ બની ગયુ હતું. અંતરની વાત ચોથા નંબરની દીકરી સાલેહાબાનુનુ આપોઆપ સમજાઇ ગઇ ને તેણેનાની ઉંમરમાં પિતનો બોજ લઇ લીધો. સાલેહા છેલ્લા ચાર વર્ષથી તેમના અનસ રોડવેઝ પર તેના પિતાની મદદથી વ્યસાય કરી રહી છે. દિલ્હી મુંબઇ સુરત વગરે સ્થળોએથી આવતા પાર્સોની ડિલીવરી આપવા પણ જાતે જાય છે.