• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળા નિમિત્તે વાહનોને ડાયવર્ઝન અપાયું

બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળા નિમિત્તે વાહનોને ડાયવર્ઝન અપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9 થી 11 એપ્રિલ દરમિયાન અમલ કરવા સૂચના

શક્તિપીઠબહુચરાજીમાં 9થી 11 એપ્રિલ દરમિયાન ચૈત્રી પૂનમનો લોકમેળો યોજાનાર છે. મેળા દરમિયાન અવ્યવસ્થા સર્જાય તે માટે તીર્થધામમાંથી પાર થતાં વાહનોને ડાયવર્ઝન અપાયું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ મેરજાના જાહેરનામા મુજબ, મેળા દરમિયાન મહેસાણારથી વાયા બહુચરાજી થઇ વિરમગામ તરફ જતાં ભારે વાહનોને મહેસાણા મોઢેરા ચાર રસ્તા તથા પાલાવાસણા ત્રણ રસ્તા હાઇવેથી વાયા કડી જવાનું રહેશે.

વિરમગામ તરફથી મહેસાણા, પાટણ, ચાણસ્મા તરફ વાયા બહુચરાજી થઇ જતાં ભારે વાહનો વિરમગામ રોડ વિઠ્ઠલાપુર ચોકડીથી કડી થઇ અથવા દસાડા થઇ હારિજ- સમી તરફથી જઇ શકશે. ચાણસ્મા, પાટણ તરફથી વાયા બહુચરાજી થઇ વિરમગામ જતાં ભારે વાહનોને ચાણસ્માથી મહેસાણા થઇ અથવા હારિજ- સમી થઇ વિરમગામ તરફ લઇ જવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...