• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ઘુમાસણ ગામે વિવાદીત પ્લોટીંગમાં ગટરલાઈનની કામગીરી અટકાવાઇ

ઘુમાસણ ગામે વિવાદીત પ્લોટીંગમાં ગટરલાઈનની કામગીરી અટકાવાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીતાલુકાના ઘુમાસણ ગામે વિવાદીત પ્લોટિંગના સ્થળે પંચાયત દ્વારા સરકારી યોજનામાં ગટરલાઈન નાખવાનો ઠરાવ કરી ગટરલાઈન નાખવાની કામગીરી હાથ ધરાતાં મામલે ગામના એક નાગરિકે જિલ્લા પંચાયતમાં લેખિત રજૂઆત કરી જગ્યાએ ગટરની કામગીરી અટકવવાની માંગ કરતાં જિલ્લા પંચાયત દ્વારા કામગીરી પર કામચલાઉ મનાઈ હુકમ ફરમાવાયો છે.

કડી તાલુકાના ઘુમાસણ ગામની સર્વે નં.28/4વાળી જમીનમાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી સરકારી યોજના અંતર્ગત ગટરલાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે અંગે ગામના સંજયકુમાર પટેલે જિલ્લા પંચાયતમાં લેખિત અરજી કરીને રજૂઆત કરી હતી કે, ગામની સર્વે નં.28/4વાળી જમીનમાં નટવરભાઈ પટેલે એનએ કરાવી પ્લોટ પાડ્યા હતા. જેમાં હુકમ મુજબ 14 પ્લોટ અને બાકીની જગ્યા કોમન પ્લોટ તરીકે હતી. પરંતુ તેમણે 14ના બદલે 18 પ્લોટ બનાવ્યા હોઈ અંગે કડીની સિવિલ કોર્ટમાં દાવો ચાલે છે.

ઉપરાંત મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પણ શરતભંગનો કેસ ચાલે છે. જેમાં હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. આવા સંજોગોમાં અહીં ગટરલાઈન નાખવાની કામગીરી અટકાવવાની તેમણે માંગણી કરી હતી.

જે અપીલ અરજી અપીલ સમિતિમાં દાખલ કરાઈ હતી અને અરજીનો નિકાલ આવ્યે ત્યાં સુધી ઘુમાસણ મુકામે પટેલ બાબુલાલ ગીરધરદાસના ઘરેથી પટેલ અશ્વિનકુમાર બેચરદાસના ઘર સુધીનું ગટરલાઈનનું કામ મોકૂફ રાખી યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા અંગે કામચલાઉ મનાઈ હુકમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) કરતાં ગામમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...