• Gujarati News
  • કડીમા રથયાત્રા નિમીત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું

કડીમા રથયાત્રા નિમીત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમાંઅગામી અષાઢી બીજના દિવસે શહેરના નવા રામવી મંદિરેથી 46 મી રથયાત્રાના આયોજનના સંદર્ભે કડી પોલિસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાયેલ. શહેરમાંથી અન્ય મેલડી માતાજી મંદિરેથી તેમજ રોહિતવાસ માથી પણ રથયાત્રા કાઢવામાં આવે છે.

વર્ષા જુની પરંપરા મુજબ કડી શહેરના દેત્રોજ રોડ સ્થિત નવા રામવી મંદિરેથી અષાઢી બીજના દિવસે ભગવાન રામજીની રથયાત્રા કાઢવામાં આવે છે. આગામી 18 જુલાઇના રોજ શનિવારે કડીમાં 46 મી રથયાત્રા મા કોઇ અનિચ્છનીય બનાવ બને અને શાંતિમય રથયાત્રા પૂર્ણ કરવાના હેતુને લઇ શનિવારે સાંજના સમયે કડી પોલિસ મથકે શાંતિ સમિતિની બેઠકમાં કડી પીઆઇ આર.આર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં કડીના ધારાસભ્ય રમેશભાઇ ચાવડા, કડી તાલુકા ભાજપ પ્રમુખ જીવણકાકા તથા વીએચપીના અગ્રણી દિનેશભાઇ પટેલ સહીત બજંરગદળના કાર્યકરો અને રથયાત્રાના અાયોજકો ઉપસ્થિત રહ્યા હતા. કડી શહેરમાં ત્રણ રથયાત્રાઓ અનુસંધાનપાનનાં.8

કડીમા રથયાત્રા

નીકળેછે જેમા બીજી મલ્હાવરાવના મહેલમાં આવેલ મેલડી માતાજીના મંદિરેથી તેમજ ત્રીજી શહેના રોહિતવાસ માથી નીકળે છે અને પીઆઇ દ્વારા રથયાત્રા દરમિયાન કાર્યકરોને શિસ્તમાં રહેવા તેમજ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ફાળવવામાં આવેશે તેમ જણાવ્યું હતું.