ત્રણ સ્થળોએથી ઓવરલોડ રેતીના 6 ડમ્પર ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાણખનીજ એકમના ચેકિંગમા બુધવારે 3 ડમ્પર ઝડપાયા બાદ મહેસાણાના ત્રણ અલગ અલગ સ્થળોએથી વધુ 6 ડમ્પર ઝડપાયા છે. તમામ ડમ્પર રોયલ્ટી પાસ ધરાવતા હતા પરંતુ રેતીનો નિયત કરતા વધુ જથ્થો લઇ જતા ખાણ-ખનીજની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 6 ડમ્પરોને સીલ કર્યા હતા.

વહીવટીતંત્રને મળેલી ફરીયાદો બાદ સફાળા જાગતા થયેલા ખાણ ખનીજ એકમે સતત બે દિવસ રેતી લઇ જતા ડમ્પરોને ઝડપ્યા છે. વહેલી સવારના હાથ ધરેલી આકસ્મિક તપાસમા આશ્રમ ચોકડી, પાંચોટ સર્કલ અને મહેસાણા-ઉંઝા હાઇવે પરથી કુલ 6 ડમ્પરોની તપાસ કરતા રોયલ્ટી પાસ સાથે નિયત કરેલ જથ્થાથી કુલ 47 ટન વધુ રેતી લઇ જતા હતા. તમામ ડમ્પરો બનાસ નદીની લીઝમાંથી રેતી લઇ અમદાવાદ જતા હતા. કુલ 6 ડમ્પર પૈકી ચાર ડમ્પરમા સરેરાશ 8થી12 ટન વધુ રેતી હતી. ઝડપાયેલા 6 ડમ્પરોને દંડનીય કાર્યવાહી કરવા માટે કલેક્ટર કચેરીએ લાવવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...