• Gujarati News
  • કડીના નાયબ કાર્યપાલક ઇજનેરની ગાડીને અકસ્માત: બચાવ

કડીના નાયબ કાર્યપાલક ઇજનેરની ગાડીને અકસ્માત: બચાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીથીમહેસાણા તરફ જતા નંદાસણ રોડ સ્થિત નવાપુરા ગામ નજીક રોડની બાજુમાં વનવિભાગ ની બેદરકારીના કારણે કાપીને પડી રહેલ વૃક્ષ ત્યાંથી પસાર થતા ઇજનેરની ગાડીમાં કાચ તોડીને ધૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે ઇજનેરનો બચાવ થયો હતો.

કડી માર્ગ અને મકાન પંચાયત કચેરીના ઇન્ચાર્જ નાયબ કાર્ય પાલક ઇજનેર વી.ટી.પ્રજાપતિ બુધવારે પંથકમાં વરસાદની તારાજીના કારણે ર્સર્જાયેલ કામગીરીની મોડે સુધી સમીક્ષા કરી રસ્તાઓ ખૂલ્લા કરવા સહિતની કામગીરી પૂર્ણ કરી રાત્રીના આઠ વાગે કડીની કચેરીએથી પોતાની ગાડી જી.જે.2 બી.ટી.5253 નંબરની લઇને મહેસાણા તરફ જવા નીકળ્યા હતાં ત્યારે નવાપુરા ગામ નજીક સામેથી આવતી ટ્રકની લાઇટના અજવાળે રસ્તો દેખાતા રોડની સાઇડે ગાડી દબાતા વૃક્ષનો ભાગ ગાડીમાં ઘૂસી જતા કાચ તૂટી ગયો હતો. નવાપુરા ગામના લોકો ઘટના સ્થળે દોડી આવી ઇજનેરને બહાર કાઢ્યા હતાં. નંદાસણ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.