તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબ શંકરભાઈ પટેલ અને બીજા વ્યકિતને ઈજા પહોંચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોતાનાદવાખાનામાં શુક્રવારે મોડી રાત્રે મહિલાની પ્રસૂતિ કરાવી ઘર તરફ જઇ રહેલા ગાયનેક ર્ડાકટર શંકરભાઇ પટેલની કારને શહેરની મોઢેરા ચોકડી તરફથી આવતી કારે બીકે સિનેમા નજીક ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં તબીબ સહિત 2 વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.

મહેસાણાની શારદા સોસાયટીમાં રહેતા ગાયનેક ર્ડા. શંકરભાઇ પટેલ શુક્રવારે મોડી રાત્રે કોલ આવતાં બીકે સિનેમા રોડ પર આવેલા પોતાના દવાખાને ગયા હતા અને મહિલાની પ્રસૂતિ કરાવી અઢી વાગે કાર (જીજે 2બીપી 8420)માં ઘરે જવા નીકળ્યા હતા. તેઓ બીકે રોડ પર શ્રીનાથ હોલના વળાંકમાંથી કાર લઇને પસાર થઇ રહ્યા હતા, ત્યારે મોઢેરા ચોકડી તરફથી પૂરઝડપે નીકળેલી કાર (જીજે 1 કેએ 913)ના ચાલકે અડફેટે લેતાં તબીબની કાર સામેની દીવાલને અથડાતાં નજીકનો વીજ થાંભલો તૂટી કાર પર પડયો હતો.

અકસ્માતમાં ર્ડા. શંકરભાઇ તેમજ અન્ય કારમાં બેઠેલા મોહીનખાન સિકંદરખાન પઠાણને ઇજા થતાં અત્રે એકઠા થઇ ગયેલા લોકો સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જેમાં તબીબની હાલત ગંભીર જણાતાં અમદાવાદ રીફર કરાયા હતા.

અકસ્માત બાદ તબીબની કાર પર થાંભલો પડ્યો હતો. તસવીર- પ્રમોદ શાહ

અન્ય સમાચારો પણ છે...