તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇલેકશન પેજ-1નું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યાસેજણાવ્યું કે, ગુજરાતે જે વિકાસની ગતિ પકડી છે તે વધુ તેજ બને તે પ્રકારનું સંકલ્પપત્ર રહેશે. ભાજપ પોતાના સંકલ્પપત્રમાં સંતુલિત અને સર્વસમાવેષક વિકાસ કેમ થાય તે અંગેનું ખાસ ધ્યાન રાખે છે.

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ભાજપના 22 વર્ષના શાસનમાં ગુજરાતની પ્રજા ત્રસ્ત થઈ ચુકી છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો ત્રસ્ત પ્રજાને રાહત આપનારો હશે.

ભાજપ ઓક્ટોબરમાં મેનિફેસ્ટો જાહેર કરવાનો હતો

ભાજપની મેનિફેસ્ટો કમિટીના વડા જયનારાયણ વ્યાસે સપ્ટેમ્બર માં જણાવ્યું હતું કે, મેનિફેસ્ટો બનાવવામાં આવશે અને તેને સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરમાં લોકો સમક્ષ મુકવામાં આવશે.

તોઈબાનોસૌથી મોટો સમર્થક...

તેમણેએમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં લોકશાહી ખતરામાં નથી. પણ તેને દેશની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાની જરૂર છે.

કોર્ટે મુશર્રફને ભાગેડુ જાહેર કર્યો છે:

પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાના કેસમાં આતંકવાદ નિરોધક કોર્ટે મુશર્રફને ભાગેડુ જાહેર કર્યા છે. તે હાલ દુબઈમાં નિર્વાસિત તરીકે રહે છે. મુશર્રફ જ્યારે સત્તામાં હતા ત્યારે લશ્કર-એ-તોઇબા પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પૂણેનાકોપર્ડી દુષ્કર્મ-હત્યાકાંડમાં...

કાવતરાબદલ દોષિત ઠેરવ્યા હતા.

ચુકાદા પછી પીડિતાનાં માતા-પિતા અને કોપર્ડી ગામવાસીઓએ પીડિતાને ન્યાય મળ્યો હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચુકાદાના સમયે આરોપીઓના વકીલ ગેરહાજર હતા. અહેમદનગર જિલ્લાના કોપર્ડી ગામમાં 13 જુલાઈ 2016ના રોજ સ્કૂલે જતી 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ કરીને એની હત્યા કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓએ કિશોરીના શરીર પર ઠેર ઠેર ઈજા કરી હતી અને તેની હત્યા કરતા પહેલાં તેના હાથ-પગ તોડી નાંખ્યા હતા.

ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાના વિરોધમાં મરાઠાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં મૂક મોરચા કાઢવામાં આવ્યા હતા. ભોગ બનેલી કિશોરી મરાઠા હતી જ્યારે ગુનેગારો દલિત છે. કેસની ઝડપી તપાસ અને વહેલી ટ્રાયલની માગણી માટે મરાઠા સમાજ દ્વારા રાજ્યમાં વ્યાપક સ્તર પર કઢાયેલા મોરચાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

બિટકોઇનરેકોર્ડ...

ચલણસતત વધવા લાગ્યું છે. મોટા ભાગના લોકો બિટકોઇન કરન્સીનો ઉપયોગ કરવા લાગ્યા છે. કેમકે વર્ચ્યુઅલ કરન્સી બિટકોઇન ‘ડિજિટલ ગોલ્ડ’ સાબિત થઇ રહી છે. કરન્સી ગેર માન્ય હોવા છતાં વિદેશ ઉપરાંત હવે ભારતમાં પણ તેનું ચલણ વધવા માંડ્યું છે. વિશ્વના એક પણ દેશમાં કરન્સીને કાયદેસરની મંજૂરી મળી નથી. પરંતુ અત્યારે જે તેજી આવી છે તે માત્ર ને માત્ર શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ ગ્રુપ દ્વારા બિટકોઇ ફ્યુચર કોન્ટ્રાક્ટ શરૂ થશે તેના કારણે છે.

બિટકોઇનઅત્યાર સુધીનો સૌથી મોટો બબલ

બિટકોઇનમાંજે રીતે તેજીનો ઝાકમઝાળ જે ગતીએ આગળ વધી રહ્યો છે તેને જોતા આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્ર ખાડે જાય તેવી કટોકટી સર્જાઇ શકે તેમ છે. બિટકોઇનમાં અત્યાર સુધીનો સૌથી મોટો બબલ જોવા મળી રહ્યો છે. વિશ્વના એક પણ દેશમાં કરન્સીને માન્યતા મળી નથી. > બિરેન વકિલ, સીઇઓ-પેરાડિમ કોમોડિટી.

મુલાયમનીનાની પુત્રવધૂ અપર્ણાએ...

અપર્ણાનાભાઈ અમન બિષ્ટની સગાઈ લખનઉની એક ફાઈવ સ્ટાર હોટેલમાં હતી. એવું જણાવાય છે કે સગાઈ સમારંભમાં અપર્ણાએ ખાસ પરફોર્મન્સ આપ્યું. સ્ટેજ પર તેણે વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીના ઘૂમર ગીત પર ડાન્સ કર્યો. તેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

અપર્ણા યાદવનો વીડિયો વાયરલ થયા બાદ અનેક રાજપૂત સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. અનેક લોકોએ તેમની ટીકા કરી છે. સંગઠનોનું કહેવું છે કે અપર્ણા યાદવ જે પરિવારની પુત્રવધૂ છે તેમના માટે બધું શોભાસ્પદ નથી. કેટલાક લોકોએ કહ્યું કે જે ગીત અંગે તેમનો સમાજ પીડા અનુભવી રહ્યો છે તેના પર તે નૃત્ય કરે છે. તેમની સંવેદનહીનતાની પરાકાષ્ઠા છે. તે અમને ચીઢાવી રહ્યાં છે. અમને પીડા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...