તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • રોજગારીની મથામણથી થાકેલા યુવાને કેનાલમાં ઝંપલાવ્યું,મોત

રોજગારીની મથામણથી થાકેલા યુવાને કેનાલમાં ઝંપલાવ્યું,મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કટોસણ ધનસુરાનો પરિવાર કડીમાં રહેતો હતો ચેતનને નોકરી મળતાં યુવાને આત્મહત્યા કરી

કડીશહેરના થોળ રોડ સ્થિત શાંતિ રેસિડેન્સીમાં રહેતા યુવાન રોજગારી મેળવવાની મથામણમાં બેકારીથી કંટાળી આદુંદરા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.આ ઘટનાને પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ માટે હાથ ધરી છે.આ બનાવને લઈ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.

અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડી નજીક કટોસણ- ધનપુરા ગામના વતની પટેલ કનુભાઈ પોતાના પરિવાર સાથે ધંધા-રોજગાર મેળવવા માટે કડીમાં સ્થાયી થયા હતા.તેમનો પરણિત પુત્ર ચિરાગ પટેલ પત્ની સાથે શહેરના થોળ રોડ સ્થિત શાંતિ રેસિડેન્સી ફલેટમાં રહેતાે હતાે. બીજી બાજુ ધોરણ 12 પાસ ચેતન રોજગારી માટે છેલ્લા ઘણા સમયથી સ્થાયી નોકરીની શોધમાં ઝઝુમી રહ્યો હતો.રોજગારી મળતા માનસિક તણાવના કારણે ચેતન શુક્રવારે જાણ કર્યા વગર ઘરેથી નિકળી ગયાે હતા. આથી ચિંતિત પરીવારે કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.રવિવાર સવારે આદુંદરા નજીક કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે સ્થાનીક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢીને તે લાશ ચેતનની હોવાનુ જણાવ્યું હતુ. ઘટનાએ પરિવાર પર આભ તુટી પડ્યા જેવી સ્થિતી ઊભી થઈ તથા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી લાશ પરીવારે સોંપી હતી. બનાવને મોતનો ગુનો નોંધી ASI કૈલાશગીરીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...