તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • શામળાજીના જાંબુડીથી સાગના લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

શામળાજીના જાંબુડીથી સાગના લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજીનજીક આવેલા જાંબુડી પાસેથી શામળાજી વન વિભાગે ગુજરાતમાંથી એક ટ્રેક્ટરમાં ભરી રાજસ્થાનમાં લઇ જવાતા સાગના લાકડાની 85 વરીઓને પકડી પાડી છે. જે મુદ્દામાલ કબજે લઇ ટ્રેક્ટરનાં ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી વન વિભાગના આરએફઓ કે એમ ડામોર તેમજ વનપાલ પી.બી.ભાટી, એસ પી રહેવર તેમજ બી.બી.પુજારા શનિવારે મોડી રાત્રે શામળાજી નજીકના જાંબુડી પાસે નાકા બંધીમાં હતા ત્યારે ટ્રેક્ટર નંબર આરજે-૨૭-આરએ-૭૬૧૮માં સાગના લાકડાની વરીઓ ભરી રાજસ્થાન તરફ લઇ જવાઈ રહી હતી. ટ્રેક્ટરને ઉભું રખાવી તપાસ કરતા સાગનું લાકડું બિન કાયદેસર ભરી રાજસ્થાનનાં ઉદયપુર જીલ્લાના દેમત ખાતે લઇ જવાતું હોવાનું જાણવા મળ્યુ હતું. જે અંગે શામળાજી વનવિભાગે ટ્રેક્ટરમાં ભરેલી સાગના લાકડાની ૮૫ વરીઓ તેમજ ટ્રેક્ટર કબજે લઇ ચાલક રાજેન્દ્રભાઈ કાન્તીભાઈ ફનાતની અટકાયત કરી કેસની ઝીણવટ ભરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...