તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મેડકમાં સેનાએ ટાપુ ઉપરથી 23 મજૂરોને કાઢ્યા : રાહતકાર્યમાં 550 બચાવકર્મી જોડાયા

મેડકમાં સેનાએ ટાપુ ઉપરથી 23 મજૂરોને કાઢ્યા : રાહતકાર્યમાં 550 બચાવકર્મી જોડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી7 દિવસમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં લેતાં કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પૂરને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની 17 ટુકડીઓને કામે લગાડવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અનેક લોકો ફસાઈ ગયા છે. એનડીઆરએફની ટીમોમાં 550 બચાવકર્મીઓ છે. તેઓ 60 હોડી અને આધુનિક સાધનોથી સજ્જ છે. આંધ્રપ્રદેશના નરસારાપેટ અને ગંતુર જિલ્લાના અમરાવતીમાં 3 ટુકડીઓ ફરજ ઉપર મુકાઈ છે. વિશાખાપટ્ટનમમાં એક ટુકડી મોકલવામાં આવી છે. શ્રીકાકુલમ અને નેલ્લોર જિલ્લામાં 2 ટુકડીઓ મોકલવામાં આવી છે. તેલંગાણા મોકલવામાં આવેલી 5 ટીમમાં 158 બચાવકર્મીઓ છે. કાલાબુરગીની ટુકડીએ ફસાયેલા 21 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. વાયુસેનાએ એક ટાપુ ઉપર ફસાયેલા 23 મજૂરોના જીવ બચાવાયા હતા. મેડક જિલ્લાના ઇડુપાલાયા ગામ પાસે ઊંચા મોજાંઓ વચ્ચે મજૂરો બે દિવસથી ફસાયા હતા.

20 ટ્રેન રદ, 27 ડાયવર્ટ

નદીકુડે-ગંતુરરેલમાર્ગ ઉપર તૂટેલા પાટા રિપેર નથી થઈ શક્યા. દક્ષિણ મધ્ય રેલવેએ 27 સપ્ટેમ્બર સુધી માર્ગથી પસાર થનારી 20 ટ્રેનોને રદ કરવાનો અથવા તો તેમના રૂટ બદલવાનો નિર્ણય કર્યો છે. 16 ટ્રેન સંપૂર્ણ અને 4ને આંશિક રીતે બંધ કરવામાં આવી છે. 27 ટ્રેનોનો રૂટ પણ બદલવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...