તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇસ્લામ વિરોધી કાર્ટૂન પોસ્ટ કરનારા લેખકની હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોર્ડનનાલેખક નાહિદ હત્તારની રવિવારે કોર્ટની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્તારને ઇસ્લામ વિરોધી કાર્ટૂન સોશિયલ મીડિયા પર શેર કરવાના આરોપ હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા હતા. હત્તારને ત્રણ ગોળી વાગી હતી. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે.

નાહિદ (56) ખ્રિસ્તી હતા અને તેમને ઇસ્લામ વિરોધી માનવામાં આવતા હતા. તેમના ફેસબુક એકાઉન્ટ પર જેહાદીઓની ઠેકડી ઉડાવતું કાર્ટૂન પોસ્ટ કરવા બદલ 13 ઑગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ઇસ્લામની નિંદા અને જાતીય હિંસા ઉશ્કેરવાનો આરોપ હતો. સોશિયલ મીડિયા પર આકરી ટીકા બાદ હત્તારે પોતાના એકાઉન્ટ પરથી તે કાર્ટૂન હટાવી લીધું હતું. માફી માગ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. જોર્ડન ઇસ્લામી આતંકીઓ સામેના સંઘર્ષમાં અમેરિકાની સાથે છે. અહીં અમેરિકન નેતૃત્વ હેઠળની ગઠબંધન સેનાની મોટી સેના હાજર છે.

અન્ય સમાચારો પણ છે...