જિલ્લાના સમાચારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના સમાચારો

મહેસાણા | આગામીવિધાનસભાની ચૂંટણીને લઇને મહેસાણા શહેરના જાહેરમાર્ગો પર ફ્લેગમાર્ચ યોજાઈ હતી. શહેરના રાધનપુર ચાર રસ્તાથી મોઢેરા ચાર રસ્તા, બી.કે. સિનેમા રોડ, ભમ્મરીયા નાળા, તોરણવાળી માતા ચોક, આઝાદ ચોક, સિદ્ધપુરી બજાર, હૈદરી ચોકથી ગોપીનાળા થઈ રાધનપુર ચોકડી પરત આવનાર ફ્લેગમાર્ચ બીએસએફના જવાનો, તાલુકા એલસીબી, એસઓજી દ્વારા યોજાઈ હતી.

વિધાનસભાની ચૂંટણીને લઇ મહેસાણામાં ફ્લેગમાર્ચ

મહેસાણા | કશહેરનાઊંચીશેરીના નાકે આવેલા ભયાવ્યાસ દાદાના મંદિર પરિષરમાં વિશ્વ કલ્યાણ અર્થે હોમાત્મક શતચંડી યાગ યોજાયો હતો. પ્રસંગે 31 જેટલા ભૂદવોએ 3 કુંડી યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. સમગ્ર પ્રસંગનું આયોજન વિશ્વ કલ્યાણ સમિતિ સ્થાનિક ઔદિચ્ચ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ, ભયાવ્યાસ દાદા કુટુંબીજનો તથા ભક્ત મંડળ દ્વારા કરાયું હતું.

મહેસાણાની ઉંચી શેરીમાં શતચંડી યાગ યોજાયો

અન્ય સમાચારો પણ છે...