• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • રાધનપુરના ધરવડીમાં ખેતરમાં વાવેલો 27 લાખનો ગાંજો પકડાયો

રાધનપુરના ધરવડીમાં ખેતરમાં વાવેલો 27 લાખનો ગાંજો પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે એરંડાના ખેતરમાં ગાંજાનું વાવેતર શોધી કાઢ્યું

રાધનપુરતાલુકાના ધરવડી ગામે એક ખેડૂતના ખેતરમાં વાવેતર કરાયેલો રૂ.27 લાખનો ગાંજાનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે મામલામાં એક શખસને પકડી પૂછપરછ હાથ ધરી છે.

ધરવડી ગામની સીમમાં વિક્રમભાઇ ધારસીભાઇ ઠાકોરના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું હોવાની બાતમી મળતાં એએસપી પાર્થરાજસિંહ ગોહિલ અને પીએસઆઇ એન.યુ.પટેલની ટીમે શનિવારે રાત્રે દરોડો કર્યો હતો. પોલીસે તપાસ કરતાં દિવેલાના વાવેતર કરેલા ખેતરમાં દેખાય નહીં તે રીતે અંદરના ભાગે જુદી જુદી જગ્યાએ ગેરકાયદે ગાંજા (ભાંગ)નું વાવેતર કરેલું હતું. તેના ઘરની પાછળના ભાગે પણ છોડ વાવેલા હતા. પોલીસે ખેતરમાંથી રૂ.27,02,028નો 450 કિલો 338 ગ્રામ ગાંજાના જથ્થા સાથે જપ્ત કર્યો હતો. ખેડૂત વિક્રમભાઇ ધારસીભાઇ ઠાકોર અને મોબતજી ધારસીજી ઠાકોર નાશી ગયા હતા. પાછળથી મોબતજી પોલીસમાં હાજર થઇ ગયો હતો. અંગે રાધનપુર પોલીસ મથકમાં બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...