તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીતે ક્રિમિનલ બન્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રવીણ ધિંગરા. જોધપુર(રાજસ્થાન)

ફરવાનાશોખીન વિશે તમે બહુ સાંભળ્યું હશે, પરંતુ જોધપુરના અનિતેશ ગિરી ગોસ્વામી બાકી બધાથી એકદમ અલગ છે. વિવિધ જગ્યાએ પ્રવાસ કરવાના શોખમાં યુવક અપરાધી બની ગયો અને તે પણ સાઈબર ક્રિમિનલ. માત્ર 23 વર્ષના આઈટી એક્સપર્ટ બીસીએ થયેલો યુવાન કિંગફિશર અને એર ઈન્ડિયા જેવી મોટી એરલાઈન્સ કંપનીઓમાં નોકરી(કોન્ટ્રેક્ટ પર) કરી ચૂક્યો છે.

અનિતેશે પહેલાં ટિકિટ બુક કરાવવાની તમામ પ્રક્રિયાનો બારીકાઈથી અભ્યાસ કર્યો, પછી એર ઈન્ડિયાની સાઈટમાં ઘરફોડ કરીને હજારો ટિકિટો બનાવી લીધી હતી. અમુક ટિકિટો પર તે જાતે ફર્યો અને અન્ય ટુર ઓપરેટરોને આપી દીધી જેથી ફરવાના અન્ય ખર્ચા પણ કાઢી શકે. તેણે અલગ અલગ પ્રવાસ શ્રીનગર, લેહ, લદ્દાખ, જમ્મુનો કર્યો. આખરે દિલ્હીની સાઈબર ક્રાઈમ સેલે તેને 15 જુલાઈએ પકડી પાડ્યો હતો. સાઈબર સેલ પ્રમાણે અનિતેશ ઘણા સમયથી તેમની દેખરેખ પર હતો પરંતુ તે વારંવાર તેની જગ્યા બદલી રહ્યો હતો. જયપુરથી નિર્માણ નગરમાં હોવાની માહિતી મળતા તાત્કાલિક સેલે દરોડા પાડ્યા હતો અને તેની ધરપકડ કરી લીધી હતી. તેની પાસેથી એક લેપટોપ, ઘણા મોબાઈલ અને એર ઈન્ડિયા સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. સેલના ઈન્સ્પેક્ટર જસવિંદર સિંહનું કહેવું છે કે, આરોપી અત્યાર સુધી હજારો ટિકિટ બનાવીને વેચી હોવાની જાણકારી મળી છે. અમે તે એજન્ટ્સની પણ પૂછપરછ કરીશું.

ફરવાના શોખીન વિદ્યાર્થીએ એર ઈન્ડિયાની વેબસાઈટ હેક કરી

{ અનિતેશે પૂણેથી બીસીએ કર્યું છે. ત્યાં ટ્રાવેલ એજન્સીમાં નોકરી કરી ઓનલાઈન એર ટ્રાવેલિંગ અને ટિકિટ ખરીદવા-વેચવાની જાણકારી મેળવી હતી.

{ પૂણેમાં કિંગફિશરમાં ટિકિટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું હતું. અહીં ટિકિટિંગની તમામ ટેકનિક શીખ્યો હતો.

{ જોધપુરમાં એર ઈન્ડિયામાં 24 ડિસેમ્બર, 2011થી 2 જૂન, 2012 સુધી કામ કર્યું હતું. અહીં લોયલ્ટી પોઈન્ટ્સ સિસ્ટમને બારીકાઈથી સમજ્યો હતો. 2 જૂન, 2012ના રોજ નોકરી છોડ્યાના 16 દિવસ બાદ તે જમ્મુ ગયો હતો. પછી સતત લેહ, લદ્દાખ, મુંબઈ, પૂણેનો પ્રવાસ કરતો રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો