તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપિયા 7 કરોડમાં વેપારીઓને નવડાવતા પિતા-પુત્ર, જમાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિંગરોડની સર્વાદય ટેક્સટાઈલ માર્કટનો એક વેપારી 41 વેપારીઓ પાસે ગ્રે-કાપડનો માલ લઈને કરોડોનું ઉઠમણું કરી દુકાન બંઘ કરીને ભાગી છૂટ્યો હતો. કેસમાં સલાબતપુરા પોલીસે દિલ્હીના ઠગ બાપ-દીકરા અને જમાઈ સામે રૂ.4.91 કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો, જેમાં જમાઈની ધરપકડ કરી હતી. પોલીસને આશંકા છે કે પિતા-પુત્ર અને જમાઈની ત્રિપુટીએ માર્કેટના 80 જેટલા વેપારીઓ સાથે રીતે 7 કરોડથી વધુની રકમની ઠગાઈ કરી છે.

ભટાર ઉમાભવન પાસે આશીર્વાદ પેલેસમાં રહેતા રૂચિર રાધામોહન મિત્તલ મિલેનિયમ માર્કટમાં ગ્રે-કાપડનો ધંધો કરે છે. તેમણે સતિષચંદ્ર જૈનના જમાઈ નિપૂર્ણ કસ્તુરીલાલ જૈનને ગ્રે-કાપડનો રૂ.1.38 કરોડનો માલ ક્રેડિટ પર વર્ષ 2015ના એપ્રિલ માસમાં આપ્યો હતો. 90થી 120 દિવસમાં પેમેન્ટ કરવાનો વાયદો કરી કરોડોની રકમ આપવામાં વેપારીએ ગલ્લા તલ્લા કર્યા હતા. ચીટર નિપૂર્ણ કસ્તુરીલાલ જૈને સર્વોદય ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન નં. 320-321 અર્ચિત એજન્સીસ નામથી ખોલી હતી. બંને દુકાનો નિપૂર્ણ કસ્તુરીલાલ જૈનના સસરા સતિષચદ્વ જૈનની માલિકીની હતી. જમાઈ નિપૂર્ણ કસ્તુરીલાલ જૈન રીતે સુરતના 41 વેપારીઓ પાસેથી રૂ.4.91 કરોડનું ગ્રે-કાપડ ક્રેડિટ પર લઈને દિલ્હીના ચાંદની ચોકમાં કટૃા નવાબ ખાતે રહેતા સસરા સતિષચંદ્વ જૈન અને તેના પુત્ર અમિતને મોકલ્યો હતો.

સુરતના વીર્વસ અને માર્કેટના વેપારીઓ પાસેથી કાપડ લઈ બાપ-દીકરા અને જમાઈની ત્રિપુટીએ માલ દિલ્હીમાં સસ્તામાં વેચી નાખ્યો હતો અને સુરતમાં વેપારીઓની કરોડોની બાકી નીકળતી રકમ માટે હાથ ઊંચા કરી દીધા હતા, જેથી વીવર્સ અને માર્કેટના વેપારીઓએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરતા ગુનો દાખલ કરી સતિષચંન્દ્ર જમાઈ નિપૂર્ણ જૈનને પકડી લાવ્યા હતા. બીજી બાજુ ગુનો દાખલ થતાં અન્ય 40થી વધુ વેપારીઓ પણ મંગળવારે સલાબતપુરા પોલીસમાં દોડી આવ્યા હતા. પોલીસના કહ્યા પ્રમાણે ઠગ ત્રિપુટીની છેતરપિંડીનો આંકડો 7 કરોડની ઉપર પહોંચે તેવી શક્યતા છે.

વિસ્તારના વીવર્સને ટાર્ગેટ બનાવ્યા

બાપ-દીકરા અને જમાઈએ ભેગા મળીને 80થી વધુ વીર્વસ અને વેપારી સાથે કરોડોની ઠગાઈ કરી હતી. ત્રિપુટીએ પાંડેસરા, ભેસ્તાન, વેડ રોડ, કીમ, કરંજ, સચિન, કતારગામ જેવા વિસ્તારોના વીર્વસને ટાર્ગેટ બનાવ્યા હતા.

80થી વધુ કાપડના વેપારી સાથે છેતરપિંડીની આશંકાથી ફફડાટ

સુરતના વેપારીનો માલ દિલ્હી સસ્તામાં વેચી માર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો