Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદ્યાર્થીને ડસ્ટર આંખના નીચેના ભાગે વાગતાં આંંખ સહેજમાં બચી ગઇ
કલાસમાંધીંગામસ્તી કરતાં વિદ્યાર્થીને કલાસ ટીચરે છુટ્ટુ ડસ્ટર મારતાં સુનિલ પ્રજાપતિ નામના વિદ્યાર્થીની આંખના નીચેના ભાગે ઇજા હતી. અંગે વાલીએ કડી પોલિસમાં જાણ કરી હતી. જેના પગલે પોલીસે શિક્ષિકાનુ નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરી છે.
કડીની કુંડાળ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રાવત ઊષાબેને ધો. 8માં ક્લાસ ટીચર છે. ગત 14 જુલાઇએ ત્રીજા પીરીયડમાં તેમના ક્લાસનો વિદ્યાર્થી સુનિલ પ્રજાપતિ સહિતના ..અનુસંધાન8 પર
ધીંગામસ્તી કરતા
વિદ્યાર્થીઓનેધીંગા મસ્તી કરતા હોઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમના હાથમાં રહેલ ડસ્ટરર સુનિલને છુટુ માર્યુ હતું. જેના પગલે તેની આંખનો નીચેનો ભાગ સુઝી ગયો હતો. સુનિલે ઘરે જતા વાલીને બાબતની જાણ કરતા વાલીએ શિક્ષિકા વિરૂધ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે જેના અનુસંધાને પોલીસે શિક્ષિકાનુ નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષિકાના રોષનો ભોગ બનેલો છાત્ર