તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • વલસાડજિલ્લામાં છેલ્લા એક દિવસથી મેઘરાજાની ધીમી ગતિ બાદ સોમવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડજિલ્લામાં છેલ્લા એક દિવસથી મેઘરાજાની ધીમી ગતિ બાદ સોમવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડજિલ્લામાં છેલ્લા એક દિવસથી મેઘરાજાની ધીમી ગતિ બાદ સોમવારે રાત્રિથી ધોધમાર વરસાદ થતાં નદીનાળા અને ગ્રામ્ય િવસ્તારોમાં ચેકડેમો ઊભરાઇ ગયાં હતાં. જિલ્લામાં તમામ તાલુકાઓમાં મૂશળધાર વરસાદને લઇ ઠેરઠેર વિસ્તારોમાં જળબંબાકાર થઇ ગયાં હતાં. વાપીમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્તા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વાપી ઉપરાંત ધરમપુર સવા ચાર ઇંચ, પારડીમાં પોણા ત્રણ ઇંચ,

...અનુસંધાન પાનાં નં.10

વલસાડ ત્રણ ઇંચ, ઉમરગામમાં 21 મિમિ અને કપરાડા તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ ઝિંકાયો હતો. જેને લઇ દમણગંગા, તાન,માન, ઔરંગા અને વાંકી નદી બન્ને કાંઠે વહી હતી.

જિલ્લાનાં અંતરિયાળ તાલુકાઓ ધરમપુર અને કપરાડામાં સોમવારે રાત્રિથી વરસાદનું જોર રહ્યું હતું. બંન્ને તાલુકાઓમાં ભારે વરસાદનાં કારણે નદી,નાળા, તળાવો અને ચેકડેમો ઉભરાયા હતાં. ઉપરવાસનાં મૂશળદાર વરસાદનાં કારણે વલસાડની ઔરંગા અને વાંકીનદી બન્ને કાંઠે વહી હતી. દરમિયાન વલસાડનાં સિવિલ હોસ્પિટલ રોડથી વશીયર થઇ મગોદ જતાં માર્ગ ઉપર આવેલો લો લેવલ પુલ ઓવરફ્લો થઇ ગયો હતો. સંજોગો વચ્ચે નનકવાડા ગ્રામ પંચાયતમાં હંહગામી સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં રમેશ લલ્લુભાઇ રાઠોડ,ઉ.વ.50 રહે.નવી નગરી સેગવી અને કાનજી કુંવર પટેલ ઉ.વ.52 ફરજ માટે સવારે 7 વાગ્યે નનકવાડા પંચાયતમાં આવ્યા હતાં. ત્યારબાદ સફાઇ કામગીરી પતાવીને તેઓ ઘરે પરત થવા નિકળ્યાં હતાં. દરમિયાન સવારે 9વાગ્યાના સુમારે વશીયરનાં લો લેવલ પુલ પરથી પસાર થવા જતાં હતાં.આ પુલ ઓવરફ્લો હોવાનાં કારણે પાણીનું વહેણ તીવ્ર ગતિએ આગળ ધપી રહ્યું હતું. તેમ છતાં તેઓ પુલ પરથી નિકળી જઇશૂું તેમ વિચારી પુલ પર ચાલીને જવા નિકળ્યા ત્યાં રમેશભાઇ અને કાનજીભાઇ દૂર સુધી નદીનાં વેગીલા પ્રવાહમાં તણાઇ ગયાં હતાં. કાનજીભાઇએ રમેશભાઇનો હાથ પકડી રાખતા બંન્ને સાથે તણાયા બાદ છૂટા પડી જતાં રમેશભાઇ નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતાં. જ્યારે પાણીમાં તણાઇ રહેલાં કાનજીભાઇને સેગવી ગામનાં યુવાનોએ દોડી આવી નદીમાં ડૂબકી લગાવી કાનજીભાઇને બચાવી લીધા હતાં. ત્યારબાદ થોડે દૂર નદીનાં કિનારેથી રમેશભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો