તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અત્યાચારનો સામનો : રાજકારણ અને લોકકારણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નામાં ગોહત્યાના આરોપસર ચાર દલિતોને જાહેરમાં અમાનુષી રીતે મારવાનો મુદ્દો, ચાલુ ભાષામાં કહીએ તો, ચગ્યો છે. ગઇ કાલે વિવિધ સ્થળોએ થયેલા આત્મવિલોપનના પ્રયાસ પછી તેની ગંભીરતા અને સાથોસાથ તેની રાજકીય રોકડી કરી શકવાની તકો ઘણી વધી ગઇ છે. ઘટનાને ‘દલિતો પર અત્યાચાર’ના લેબલ તરીકે ખતવી નાખતાં પહેલાં થોડો વિચાર કરવા જેવો છે.

અગત્યનો મુદ્દો છે કે લડાઇ ફક્ત દલિતોની હોઇ શકે. ‘ભારતમાતાકી જય’ના નારા પોકારતા, દેશપ્રેમની વાતો કરતા અને બીજાને દેશદ્રોહી ખપાવવા માટે તત્પર રહેતા લોકોથી માંડીને કાયદાના-ન્યાયના શાસનમાં વિશ્વાસ ધરાવતા સૌ કોઇએ લડાઇ પોતાની ગણવાની થાય. દલિતો પર થયેલા અત્યાચારનો પહેલો કિસ્સો નથી. થાનગઢમાં ત્રણ જુવાનજોધ દલિત યુવાનો વીંધાઇ ગયા, તેના ઘા હજુ રૂઝાયા નથી અને એકેય રાજકીય પક્ષે તેના ઘા રૂઝાય એવું કશું કર્યું નથી. તેનું કારણ કે મુદ્દો દલિતોને થયેલો અન્યાય ગણાઇ ગયો. મુદ્દે ચર્ચા, વિરોધ અને પ્રદર્શનો કરનારા સૌએ વસ્તુ સતત યાદ અપાવતા રહેવું જોઇએ કે નિર્દોષો પર થયેલો અત્યાચાર છે. માટે નિર્દોષો જે જ્ઞાતિના હોય તે જ્ઞાતિના લોકોએ વિરોધ પ્રદર્શન કરવાનાં હોય. દલિતોએ નહીં, બિનદલિતોએ સમજવાનું છે.

ઊના કિસ્સાની વાત કરીએ તો, તેમાં દલિતોના લમણે જ્ઞાતિગત રીતે લખી દેવાયેલો ચામડું ઉતારવાનો વ્યવસાય અત્યાચારનું કારણ બન્યો. પણ તેનાથી વધારે મોટું કારણ ગોરક્ષા માટેનો ખૂની દેખાડો છે. માટે, દલિતો પરના અત્યાચારનો કે તેમના જ્ઞાતિગત વ્યવસાયનો તીવ્ર વિરોધ કરતી વખતે, ગોરક્ષાના નામે ચાલતા ગોરખધંધાને નિશાન બનાવવાનું ભૂલાવું જોઇએ. ગોરક્ષાના નામે હપ્તા ઉઘરાવતા કે મારઝૂડ કરતા લોકો સામે કડક પગલાં લેવાં સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ, જેથી ધંધા કરતા બીજા લોકો પર ધાક બેસે.

ઊના અત્યાચારના વિરોધમાં આત્મવિલોપનનો દૌર ચાલુ થયો છે. સામાન્ય રીતે આત્મવિલોપન હતાશાથી ઘેરાઇ ગયેલી વ્યક્તિ દ્વારા લેવાતું છેલ્લું પગલું હોય છે. વ્યક્તિગત કારણોસર પગલું લેવાય ત્યારે તેને વાજબી ઠરાવી શકાય નહીં, તો પણ તેના માટે જવાબદાર પરિબળો સમજી શકાય છે. પરંતુ સામાજિક અન્યાય કે અત્યાચારના મુદ્દાને આગળ કરીને થતાં આત્મવિલોપનનો ખેલ જોખમી બની શકે છે. ભૂતકાળમાં એવા અનેક પ્રસંગો બન્યા છે, જ્યારે ટોળામાંથી નબળા મનના કે આવેગગ્રસ્ત માનસિકતા ધરાવતા લોકોને આગળ કરીને તેમને સમાજના હિતમાં આત્મવિલોપનના પંથે દોરવામાં આવે. આવા પ્રસંગે પોતાના પગલાની પૂરી ગંભીરતા અને તેનાં પરિણામોની પૂરેપૂરી અસરથી અજાણ એવા લોકો કૂટાઇ જતા જોવા મળે છે.

નિર્દોષોના જીવ જાય તેનાથી લાગણીનો ઉભરો ચડે છે અને રાજકીય પક્ષોને ગોળનાં ગાડાં મળે છે, પણ સુવ્યવસ્થિત-સંસ્થાગત અત્યાચારો સામે લાંબા ગાળાના ઉકેલ માટે આત્મવિલોપન જેવાં પગલાં કારગત નીવડતાં નથી. એને બદલે ધીમી છતાં મક્કમ રીતે અને ભાંગફોડનો રસ્તો લીધા વિના, વ્યૂહરચના સાથે કરાતી લડાઇ વધુ પરિણામદાયી નીવડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો