તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેગાસ્ટાર રજનીકાંત લોકપ્રિયતાનો કોયડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જનીકાંત અભિનીત ‘કબાલી’ની પ્રિન્ટ ચોરરસ્તે વેબવર્લ્ડમાં પહોંચી ગઇ છે તેનું સંગીત પણ સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલા ચોરી કરીને બજારમાં લાવવવામાં આવ્યું છે. ચોરીઓ પછી પણ ફિલ્મ માટે રજનીકાંતના પ્રેમીઓના જોશને ધ્યાનમાં લઇને કેટલીક કોર્પોરેટ્સે રિલીઝના દિવસે ઓફિસમાં રજા જાહેર કરી દીધી છે, કારણ કે બધા કર્મચારીઓ રજા માટે અરજી આપી ચૂક્યાં હતા. રિલીઝના દિવસે બેન્કોમાં પણ અનેક કર્મચારીઓ દેખાશે નહીં. સ્ટાર માટે દર્શકોનો ઉન્માદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આર્થિક મેરુદંડ છે. ઉન્માદને વૈજ્ઞાનિકઢબથી સમજવો અઘરું છે. કોઇ પ્રયોગશાળામાં તેનું વિશ્લેષણ શક્ય નથી. તેના મૂળ માણસના અવચેતનમાં ઉંડે સુધી ફેલાયેલા છે. રિચર્ડ બર્ટન નામના લેખકે ‘એનાટોમી ઓફ હીરો’માં ગંભીર પ્રયત્ન કર્યો હતો. ભારતમાં નાયક પૂજાના મૂળ અવતારવાદ સાથે જોડાયેલા છે. તેને પલાયનવાદ પણ કહે છે પરંતુ સરહદ પર યુદ્ધરત સૈનિક પોતાની છાવણીમાં પોતાના સગાવ્હાલાઓને યાદ કરે છે.

અલબત્ત, રજનીકાંત નામના રહસ્યની અકલ્પનીય લોકપ્રિયતા એક વણઉકેલાયેલા કોયડા જેવી છે. તેમને દક્ષિણ ભારતમાં દેવની જેમ પૂજવામાં આવે છે પરંતુ તેઓ મહારાષ્ટ્રના શિવાજી નામના વ્યક્તિ છે, જે ક્યારેક બેંગલુરુમાં બસ કંડક્ટર હતા. તેઓ સર્કસ જેવું કામ કરી લેતા હતા, જેમ કે, સિગારેટના હવામાં ઉછાળીને પોતાના હોઠથી પકડી લેવી વગેરે. શું આપણે એવું માની લઇએ કે, તેઓ અભિનયમાંથી મળતી મોટી રકમ ગરીબો માટે વાપરે છે એટલે આટલા લોકપ્રિય છેω અનેક ધનવાનો દાન કરે છે પણ આટલા લોકપ્રિય નથી. અભિનય કળાના માપદંડ પર તેમનું કોઇ વજન નથી. તેઓ અત્યંત સાધારણ અભિનેતા છે. રૂપ, રંગ અને વ્યક્તિત્વમાં પણ કોઇ આકર્ષણ નથી. તેઓ જિમ જઇને માંસપેશીઓને સુદ્રઢ પણ બનાવતા નથી. શું તેમની લોકપ્રિયતાનું રહસ્ય તેમનું અત્યંત સાધારણ હોવું છે? વધારે આશ્ચર્યની વાત છે કે, તેઓ પોતાના સામાન્ય જીવનમાં સાર્વજનિક સ્થાનો પર મેકઅપ વિના જાય છે અને પોતાની સંપૂર્ણ ટાલને પણ ક્યારેય છૂપાવતા નથી. આમ છતાં તેમની લોકપ્રિયતા વધતી ગઇ છે. તેઓ એક નાનકડી બેગમાં બે જીન્સ અને ટી-શર્ટ મૂકીને નીકળી જાય છે અને હિચ- હાઇકિંગ કરે છે એટલે કે, રસ્તે જતા વાહનોમાં લિફ્ટ માગીને સફર કરે છે. કુદરતની અજાયબી પણ ગજબ છે. રજનીકાંત પણ બોક્સઓફિસની અજાયબી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો