તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • મોજ શોખ પૂરા કરવા વાપીના ડુંગરા છીરીમાં ચોરી કરતો યુવાન ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોજ શોખ પૂરા કરવા વાપીના ડુંગરા- છીરીમાં ચોરી કરતો યુવાન ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અન્યયુવકની માફક કપડા તથા હરવા ફરવાના મોજ શોખને લઇને ચોરીના રવાડે ચઢી ગયેલો 19 વર્ષનો યુવાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના હાથે ઝડપાઇ ગયો છે. યુવક જે બાઇક ઉપર ફરી રહ્યો હતો પણ ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી યુવક પાસેથી પોલીસે 45 નંગ મોબાઇલ, હોમ થિયેટર, ચાંદીના દાગીના, લેપ ટોપ, ડીવીડી પ્લેયર તથા રોકડા રૂપિયા 22 હજાર મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

યુવાન ખાસ કરીને ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ડુંગરા તથા છીરી વિસ્તારમાંથી ચોરી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.એમ. સરવૈયા અને તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, વાપીના છીરી પુલ ઉપર એક શંકમદ યુવક ફરી રહ્યો છે. એલસીબીની ટીમે છીરી પુલ પાસેથી સાહેબ ઉર્ફે ઇસ્માઇલ મોહમદ મોયુદ્દીન અન્સારી (ઉ.વ.19) રહે. ગાલા મસાલા, રઝાગઅલી કલીમુદ્દીનની ચાલ, છીરી - વાપી મૂળ રહે. બીહાર ને શકમંદ હાલતમાં પકડીને સોમવારે કાયદેસરની કાર્યવાહી કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી સાહેબ ઉર્ફે ઇસ્માઇલ પાસેના બે થેલામાંથી જુદી જુદી કંપનીના 45 નંગ મોબાઇલ, હોમ થિયેટર, ચાંદીના દાગીના, લેપ ટોપ, ડીવીડી પ્લેયર તથા રોકડા રૂપિયા 22 હજાર મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત ઇસ્માઇલ અન્સારી જે બાઇક નંબર જીજે 15-બીએચ-8562 ઉપર ફરી રહ્યો હતો. બાઇક દસેક દિવસ અગાઉ છીરી રામ નગર વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે આરોપીને ડુંગરા પોલીસને સુપરત કર્યો હતો.

આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે તપાસ કરતા કબજે કરેલા મુદ્દામાલમાં બે મોબાઇલ, હોમ થિયેટરની ચોરી આઠેક દિવસ અગાઉ છીરી ગાલા મસાલા વિસ્તારમાં આવેલા અહમદ નગર સ્થિત એકતા એપાર્ટમેન્ટના ફલેકટમાંથી ચોરી કર્યાની કબુલાત કરી છે. અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગત 10 મી જુલાઇના રોજ ઘર ફોડ ચોરી અંગેની ફરિયાદ પણ નોંધાય છે. ઉપરાંત છીરીના કંચન નગર વિસ્તારમાંથી પણ ચોરી કર્યાની કબુલાત કરતા આરોપી ઇસ્માઇલ અન્સારીને ડુંગરા પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યો છે. ડુંગરા તથા છીરી વિસ્તારમાં થયેલી એક વાહન ચોરી તથા અન્ય બે ઘર ફોડ ચોરીનો ગુનો ઉકેલાય ગયો છે.

આરોપી સાહેબ અંસારી.

^19 વર્ષનો યુવાન ઇસ્માઇલ મોજ શોખ પુરા કરવા માટે ચોરીના રવાડે ચઢી ગયો હતો. જોકે, પ્રથમ વખત ઇસ્માઇલ પોલીસના હાથે લાગ્યો છે. પ્રાથમિક તપાસમાં એક બાઇક તથા બે ઘર ફોડ ચોરીની કબુલાત કરી છે. ઇસ્માઇલ એકલા હાથે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. હવે વધુ તપાસ ડુંગરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.>એમ.એમ. સરવૈયા,પીએસઆઇ,એલસીબી

હાલ તો ત્રણ ગુના ડિટેક્ટ થયા છે

45 મોબાઇલ, બાઇક, રોકડ 22 હજાર મળી રૂ.1.22 લાખનો મુદ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો