તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસરા પજવણી કરતાં હોવાનો મહિલાનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનાશીતલ રો હાઉસમાં રહેતી એક મહિલાને તેમના સસરા તે એકલી હોય તે વખતે કોઇ બહાને તેના ઘરમાં આવી તેની સાથે અડપલા કરતાં હતા. બાદમાં મહિલા વાસણ ધોવા માટે નીચે ચોકડીમાં જતી તે વખતે તેની સાથે બિભત્સ માગણીઓ કરતાં હતાં. દિવસે દિવસે તેમની હરકતો વધી જતાં મહિલાએ બાબતે તેનાં પતિને જાણ કરી હતી. બાદમાં બુધવારે મહિલા ચોકડીમાં વાસણ ધોતી હતી. તે વખતે તેના સસરાએ ફરીથી પગ અડાડીને તેને બાથરૂમમાં ધસડી જવાની કોશીષ કરી હતી. મહિલાએ તેમનો પ્રતિકાર કરતાં તેને ઇજાઓ થઇ હતી. બુમા બૂમ કરતા પતિ દોડી આવ્યો હતો અને તે શખસે તેના દિકરા સાથે ઝઘડો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...