તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ચૂંટણીજાહેર થયાના મહિનામાં રૂ. 20 કરોડનો દારૂ પોલીસે પકડી

ચૂંટણીજાહેર થયાના મહિનામાં રૂ. 20 કરોડનો દારૂ પોલીસે પકડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણીજાહેર થયાના મહિનામાં રૂ. 20 કરોડનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે. સ્વાભાવિક રીતે દારૂ ચૂંટણીલક્ષી હોવાનો એકરાર પોલીસ કરી રહી છે પરંતુ હજુ સુધી તેમાં કોઈ પોલિટિકલ કનેક્શન મળ્યું હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. પોલીસે 25 ઑક્ટોબરે ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં 19.82 કરોડનો વિદેશી અને 24.31 લાખનો દેશી દારૂ સહિત કુલ 44.48 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગુજરાત પોલીસના એડીશનલ ડીજીપી અને ચૂંટણી પંચના નોડલ ઑફિસર મોહન જ્હાએ કહ્યું કે, 87 ઇન્ટરસ્ટેટ બોર્ડર ચેકપોસ્ટ અને 773 જિલ્લાના નાકા પર ચેકપોસ્ટ, 555 ફ્લાઇંગ સ્ક્વોડ અને 604 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત છે. વિવિધ ચેકપોસ્ટ પર વાહનોના ચેકીંગ દરમિયાન 12.79 કરોડનો દંડ વસૂલાયો છે.

મહિનામાં 20 કરોડનો ચૂંટણીલક્ષી દારૂ પકડાયો પણ રાજકીય કનેક્શન મળ્યું!

અન્ય સમાચારો પણ છે...