તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી આડે 10 દિવસ પણ ઢંઢેરાના ઠેકાણા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન દિવસને હવે ફક્ત 10 દિવસનું છેટુ છે. તેમ છતા ભાજપ અને કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોને જનતા સમક્ષ મુકવામાં મોડૂ કરી રહ્યા છે. ગત વિધાનસભા ચુંટણીમાં પણ ભાજપએ પ્રથમ તબક્કાના 13 ડીસેમ્બરના રોજ થનારા મતદાનના 10 દિવસ પહેલાં પોતાનો મેનિફેસ્ટો સંકલ્પપત્રના સ્વરુપે જાહેર કર્યો હતો જ્યારે કોંગ્રેસે તેના બીજા દિવસે જાહેર કર્યો હતો. કોંગ્રેસ પોતાનો મેનિફેસ્ટો 5મી ડિસેમ્બર સુધીમાં જાહેર કરશે જ્યારે ભાજપ તરફથી કોઈ દિવસ નક્કી થયો હોવાની જાણકારી મળી રહી નથી.

ભાજપસમજી વિચારીને મોડું કરે છે

ભાજપનાઆંતરિક સૂત્રોના જણાવ્યા મૂજબ ભાજપ મૂદ્દે સમજી વિચારને મોડૂ કરી રહ્યો છે. ગત ચુંટણી ઢંઢેરામાં લીધેલા સંકલ્પો માંથી કેટલા પૂરા થયા અને કેટલા અધૂરા અે અંગે ચર્ચા કરવાની લોકોને તેમજ વિપક્ષોને બને તેટલી ઓછી તક મળે તેવું આયોજન છે.

વિકાસનીગતિ વધુ તેજ થશે: વ્યાસ

ભાજપનામેનિફેસ્ટો કમિટિના વડા જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, ભાજપનો મેનિફેસ્ટો ગરીબલક્ષી, યુવાઓને રોજગાર, કૃષિ, અંતરમાળખાકિય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવા મૂદ્દાઓ પર કેન્દ્રિત હશે.

...અનુસંધાન પાના નં.4વ્યાસે જણાવ્યું કે, ગુજરાતે જે વિકાસની ગતિ પકડી છે તે વધુ તેજ બને તે પ્રકારનું સંકલ્પપત્ર રહેશે. ભાજપ પોતાના સંકલ્પપત્રમાં સંતુલિત અને સર્વસમાવેષક વિકાસ કેમ થાય તે અંગેનું ખાસ ધ્યાન રાખે છે. વધુમાં વ્યાસે જણાવ્યું કે, મેનિફેસ્ટો ક્યારે જાહેર કરવો તે દરેક રાજકીય પક્ષ પોતાની વ્યૂહરચના પ્રમાણે જાહેર કરતો હોય છે. અમે અમારું કામ પૂર કરેલું છે.

--------------------------

ભાજપથી ત્રસ્ત પ્રજાને રાહત થાય તેવો મેનિફેસ્ટો હશે: મનિષ દોશી

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ભાજપના 22 વર્ષના શાસનમાં ગુજરાતની પ્રજા ત્રસ્ત થઈ ચુકી છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો ત્રસ્ત પ્રજાને રાહત આપનારો હશે. ફક્ત એવા વચનો આપીશું જે પૂરા થઈ શકે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ખેડૂતોને દેવામાફી, વીજબીલમાં રાહત, બેરજોગારોને 3 થી 4 હજારનું ભથ્થુ, સરકારી સ્કુલો અને કોલેજોના સ્તરમાં સુધારો તેમજ શિક્ષણના વ્યાપારીકરણનો અંત, નર્મદા કેનાલના બાકી રહેલા 45 હજાર કીલોમીટરના માળખાને ડેડલાઈન સાથે પૂરુ કરવાનું કામ, આરોગ્ય જેવા મૂદ્દાઓ મહત્વના રહેશે. દોશીએ જણાવ્યું કે, 5મી ડીસેમ્બર પહેલાં કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દેશે.

------------------------------------------------

ભાજપ ઓક્ટોબરમાં મેનિફેસ્ટો જાહેર કરવાનો હતો

ભાજપની મેનિફેસ્ટો કમિટીના વડા જયનારાયણ વ્યાસે સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, રાજ્યના 25 હજાર જેટલા વિવિધ વર્ગના લોકો સાથે વાત કર્યા બાદ મેનિફેસ્ટો બનાવવામાં આવશે અને તેને સપ્ટેમ્બરના અંત સુધીમાં અથવા તો પછી ઓક્ટોબર મહિનાના મધ્યભાગમાં લોકો સમક્ષ મુકવામાં આવશે. જો કે ભાજપએ હજું સુધી તેને જાહેર કર્યો નથી તેમજ જાહેરાતની તારીખ અંગે પણ મૌન છે.

બંને પક્ષો એકબીજાની રાહ જુએ છે

સ્પેશિયલ સ્ટોરી

અન્ય સમાચારો પણ છે...