તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ચૂંટણી સંબંધી ફરિયાદ માટે કેન્દ્રીય ચૂ઼ંટણી નિરીક્ષક રોજ 1 કલાક મળશે

ચૂંટણી સંબંધી ફરિયાદ માટે કેન્દ્રીય ચૂ઼ંટણી નિરીક્ષક રોજ 1 કલાક મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજિલ્લામાં વિધાનસભાની સાત બેઠક પર ચૂ઼ંટણીના જનરલ અને પોલીસ નિરીક્ષકોની ભારતના ચૂ઼ંટણી પંચ દ્વારા નિમણૂંક કરાઇ છે. નિરીક્ષકને ચૂ઼ંટણી સંબંધે કોઇ ફરિયાદ માટે લોકો એક કલાક મળી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

ખેરાલુ અને ઊંઝા બેઠક માટે જનરલ ઓબ્ઝર્વર બી.જો ત્લગતીનખુમાને ખેરાલુ રેસ્ટ હાઉસ ખાતે સવારે 9 થી 10 દરમિયાન મળી શકાશે. લાયઝન અધિકારીનો 74348 59331, 94270 29553થી સંપર્ક કરી શકાશે. િસનગર અને વિજાપુર બેઠક માટે પૌલરસુને ધરોઇ કોલોની ઇન્પેકશન બંગ્લોઝમાં સાંજે 5 થી 6 દરમિયાન મળી શકાશે. લાયઝનમાં 74348 59332, 99099 39879થી ચૂ઼ંટણીની કોઇ બાબતે સંપર્ક કરી શકાશે. બહુચરાજી અને મહેસાણા માટે નિયુક્ત કેશવેન્દ્રકુમાર સવારે 10 થી 11 દરમિયાન મહેસાણા સરકીટ હાઉસ કંટ્રોલરૂમ ખાતે લોકોને મુલાકાત આપશે અને તેમનો લાઇઝન 74348 59333, 79847 69232થી સંપર્ક કરી શકાય. કડી બેઠક માટે કે.વી. રમન કડી સરકીટ હાઉસમાં સાંજે 4 થી 5 વાગ્યા સુધી મુલાકાત માટે સમય ફાળવ્યો છે, તેમના લાયઝન અધિકારી નંબર 74348 59334, 94093 25553થી સંપર્ક કરી શકાય. જ્યારે પોલીસ ઓબ્ઝર્વર પ્રમોદ બાનની સરકીટ હાઉસમાં સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન લોકો, રાજકીય પક્ષો, ઉમેદવારો સંપર્ક કરી શકે છે, તેમના લાયઝન અધિકારીનો 74348 59335, 99240 45168 નંબરથી સંપર્ક કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...