તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 બેઠકો પર પાટીદાર સામે પાટીદાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં ઉમેદવાર પસંદગીમાં ભાજપ-કોંગ્રેસે જ્ઞાતિકાર્ડ ખેલ્યું

મહેસાણા, ઊંઝા, વિસનગર અને વિજાપુરમાં બંનેએ પાટીદારોને ટિકિટ આપી

મહેસાણાજિલ્લામાં પાટીદાર, અોબીસી અને દલિત આંદોલનના કારણે રાજકીય ગણિત બદલાઇ ગયું છે. એક સમયે ભાજપની સિક્યોર ગણાતી પાટીદાર વોટબેન્ક આજે નારાજ જણાય છે. તો હંમેશા કોંગ્રેસની સાથે રહેલા ઓબીસી મતદારોના વલણમાં પણ ખાસ્સો ફેરફાર અાવ્યો છે. મતદારોના બદલાયેલા મિજાજને કારણે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપ અને કોંગ્રેસને રાતના ઉજાગરા કરવા પડ્યા છે. જેમાં જ્ઞાતિ અને જાતિના સમીકરણો ધ્યાને લેવા પડ્યા છે. જિલ્લામાં સૌથી વધુ 3.98 લાખ પાટીદાર અને 3.31 લાખ જેટલા ઠાકોર મતદારો છે. જેથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચાર-ચાર બેઠકો પર પાટીદારોને ટિકિટ આપી છે. તો એક બેઠક પર બંનેએ ઠાકોર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. એક બેઠક પર ભાજપે પટેલને તો કોંગ્રેસે ઠાકોરને અજમાવ્યા છે. જ્યારે કડી બેઠક અનુ.જાતિ માટે અનામત છે.

મહેસાણા બેઠકમાં 52 હજારથી વધુ પાટીદાર મતદારો છે. અહીં ભાજપે નીતિન પટેલને તો કોંગ્રેસેે જીવાભાઇ પટેલને ટિકિટ આપી છે. ઊંઝામાં ભાજપે છઠ્ઠીવાર નારાયણભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. સામે કોંગ્રેસે ર્ડા.આશાબેન પટેલને ટિકિટ આપી છે. અહીં 77 હજારથી વધુ પાટીદાર મતદારો છે. વિસનગર બેઠક પર ભાજપે ઋષિકેશ પટેલને તો કોંગ્રેસે મહેશ પટેલને અજમાવ્યા છે. અહીં 62 હજારથી વધુ પાટીદાર મતદારો છે. તો વિજાપુરમાં પણ 74 હજારથી વધુ પાટીદાર મતદારોને ધ્યાને લઇ ભાજપે રમણલાલ પટેલને તો કોંગ્રેસે નાથાભાઇ પટેલને ટિકિટ આપતાં ચારેય બેઠક પર પાટીદાર વર્સિસ પાટીદાર વચ્ચે જંગ જામશે.

જિલ્લામાં બીજા નંબરની મોટી વોટબેન્ક ઠાકોર સમાજની છે. એમાંય ખેરાલુમાં સૌથી વધુ મતદારો હોઇ ભાજપે ભરતસિંહ ડાભીને તો કોંગ્રેસે રામજીજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. અહીં 62 હજારથી વધુ ઠાકોર મતદારો છે. તો પાટીદાર અને ઠાકોર મતબેન્કના સમપ્રભુત્વવાળી બહુચરાજી બેઠક પર ભાજપે રજની પટેલને તો સામે કોંગ્રેસે ભરત ઠાકોરને ટિકિટ આપી છે. કડી બેઠક અનુ.જાતિ માટે અનામત હોઇ ભાજપે કરસન સોલંકીને તો કોંગ્રસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે.

મતબેન્કનું વર્ગીકરણ

બેઠક પટેલ ઠાકોર

ખેરાલુ10,810 62,621

ઊંઝા 77,618 49,911

વિસનગર 62,333 41,017

બહુચરાજી 59,261 54,374

કડી 62,426 55,363

મહેસાણા 52,182 39,995

વિજાપુર 74,184 28,066

કુલ 3,98,814 3,31,347

અન્ય સમાચારો પણ છે...