• Gujarati News
  • બુડાસણમાં ૬૮,૫૦૦ની ઘરફોડ

બુડાસણમાં ૬૮,૫૦૦ની ઘરફોડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુડાસણની મેલડીનગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૬૮,૫૦૦ની મત્તા ચોરી જતાં ભય ખડો થયો છે.
કડી-છત્રાલ રોડ પર બુડાસણ ગામની સીમમાં આવેલી મેલડીનગર સોસાયટીમાં રહેતા કેશવ સીતારામ કૂશવાહ મંગળવારે રાત્રે પરિવાર સાથે ઘરના ધાબા પર સૂઈ ગયા હતા. ઘરના દરવાજાને તાળું મારી ચાવી ખાટલામાં ઓશિકા નીચે સંતાડી હતી. જો કે, રાત્રિના સમયે તસ્કરો ઓશિકા નીચેથી ચાવી લઈને ઘર ખોલી રૂ.૩૦ હજારની રોકડ, સોનાની ચેઈન, સોનાની બુટ્ટી સહિત કુલ રૂ.૬૮,૫૦૦ની મત્તા ચોરી ગયા હતા. સવારે ઊઠેલાં પરિવારજનોને આ વાતની જાણ થતાં કડી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.