• Gujarati News
  • સુરેન્દ્રનગરના યુવાનના આપઘાત કેસમાં

સુરેન્દ્રનગરના યુવાનના આપઘાત કેસમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અ\\\"રટેલ કંપનીના કર્મીએ ગ્રાહક મહિલાની છેડતી કરતાં ફરિયાદ
કિલપિંગના આધારે ખંડણીની માગ કરનાર મહિલાના જામીન ફગાવાયા
પ્રેમીપંખીડાની અંગતપળોની કિલપિંગ ઉતારી ખંડણી તેમજ યુવાનને મૃત્યુ માટે દુષ્પ્રેરણા કરનારી બે મહિલા આરોપી પૈકીની વિધાબેન પરમારની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ એન.એલ.દવેએ ફગાવી દીધી છે. જયારે વધુ એક મહિલા આરોપી પૂજા ગઢવીની જામીન અરજી પર કોટર્ આવતીકાલે ચુકાદો જારી કરશે.
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ઘનશ્યામ ગઢવીને સુરેન્દ્રનગરની યુવતી પૂજા ઉર્ફે અમિતા પટેલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેઓ અવારનવાર અમદાવાદમાં મળતા હતા. જેની પૂજાની બહેનપણી વિધાને જાણ હતી. પ્રેમીપંખીડાની અંગતપળોની કિલપિંગ વિધાને મળી હતી. જેની તેણે પોતાના મિત્રો સંજય યાદવ, દિલીપ, ગોપી અને અરવિંદ ચૌહાણ જાણ કરી હતી. જેથી પૂજા, વિધા સહિતના છ આરોપીઓએ ઘનશ્યામને કિલપિંગ જાહેર કરી દેવાની ધમકી આપીને તેની પાસેથી કટકે-કટકે બે લાખ રૂપિયા સેરવી લઇ છેલ્લે તેની ઇકો કાર પણ પડાવી લીધી હતી.
આમછતાં મહિલા સહિતના આરોપીઓની માગણીથી તંગ આવી ગયેલા ઘનશ્યામે એપ્રિલ ૨૦૧૪માં પુનિતનગર ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. જેની તપાસમાં પોલીસને મરણોત્તર ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં આ તમામનો ઉલ્લેખ કરાયો હતો. જેના પગલે આરોપી વિધાએ ધરપકડ ટાળવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. અરજીની સુનાવણીમાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જામીન અરજીનો ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરી કે, આરોપીઓ મતકને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપી છે, જે મરણોત્તર ચિઠ્ઠી પરથી ફલિત થાય છે. પ ાકારોની રજૂઆતના અંતે સેશન્સ કોર્ટે આરોપી મહિલા વિધાની અરજી ફગાવી દીધી છે. અન્ય આરોપી પૂજા પટેલની જામીન અરજી પર આવતીકાલે ચુકાદો જારી કરશે.