તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસોઈ કેમ બનાવી ? કડીમાં પતિદેવે સાણસીના ડામ દીધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમાંરસોઇ નહી બનાવનાર પત્નીને રોષે ભરાયેલા પતિએ પરિવારના સભ્યોની ચડવણીમાં આવી સાણસી ગરમ કરીને ડામ દેતાં ચકચાર મચી ગઈ છે. અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કડી સ્થિત રોહિત વાસમાં રહેતા મુકેશભાઇ અમરતભાઇ પરમારના લગ્ન નીતાબેન સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન થતા નાના મોટા ઝઘડાઓ વચ્ચે બુધવારે સાંજે મહિલા ઘરે હાજર હતી તે સમયે મુકેશભાઇએ તું રસોઇ કેમ બનાવતી નથી તેમ કહીને બોલાચાલી કરી હતી.જેમાં મહિલાએ તમે પૈસા આપતા નથી તેમ કહેતા મુકેશભાઇએ પરિવારના અન્ય સભ્યોની ચડવણીમાં આવી તેણીને સાણસીથી ડામ દેતાં મામલો ગરમાયો હતો.બીજી બાજુ અવાર નવાર દાગીનાની માગણી કરી પિયર તગેડી મુકનાર સાસારિયાં સામે મહિલાએ અનુસંધાનપાના-8

કડીપોલીસ મથકમાં પતિ મુકેશભાઇ પરમાર,કાશીબેન પરમાર,વિપુલકુમાર પરમાર,ભાવિકાબેન પરમાર વિરૂધ્ધ શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ નોધાવતા હે.કો.ભગવાનસિંહે તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...