- Gujarati News
- એમબીએ એમસીએમાં પ્રવેશ માટે કુલ 1951 પિન, 4000નું રજિસ્ટ્રેશન
એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે કુલ 1951 પિન, 4000નું રજિસ્ટ્રેશન
અસારવામાં કોર્પો. કચેરીમાં તોડફોડ
વડોદરાથી ચોરેલી 8 બાઈકની ડીલ કરનારા બે વિશાલા પાસેથી ઝડપાયા
નવી શિક્ષણ નીતિની મોકૂફ રખાયેલી બેઠક હવે 10મીએ જુલાઈએ મળશે
મણિનગર સ્ટેશને ટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા યુવકનું પગ કપાતાં મોત
દિલ્હી |અસારવામાં પાણી અને ગટરના પ્રશ્નો મામલે સ્થાનિકોએ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ પર માટલાં ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ |વડોદરામાંથી ચોરાયેલી કુલ 8 બાઈકની ડીલ કરવા માટે ભેગા થયેલા બે આરોપીઓની એસઓજીએ વિશાલા સર્કલ પાસેથી ધરપકડ કરી છે. બંનેની ધરપકડ કરી 3.05 લાખની 8 બાઈક કબજે કરી હતી. પેટલાદના રાજુ ઠાકોર વડોદરામાંથી કુલ 8 બાઈકની ચોરી કરી તેને વેચવા માટે અમદાવાદ લઈ આવ્યો હતો. દરમિયાન બુધવારે રાત્રે આરોપી રાજુ ઠાકોર ધોળકાના ઈકબાલશા ફકીરને જુહાપુરા વિશાલા સર્કલ પાસે આવેલી બરફની ફેક્ટરી પાસે મળવા બોલાવ્યો હતો.
અમદાવાદ |રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નવી ઘડાનારી શિક્ષણ નીતિ વિષયે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની બેઠક બોલાવીને રાજ્યભરમાંથી અભિપ્રાયો લેવાનું આયોજન કરવાનું હતું, જે માટે 26 જૂન આસપાસ બેઠક બોલાવાઈ હતી, પણ રાજ્યમાં ભારે વરસાદને કારણે અસામાન્ય સંજોગો ઊભા થતા બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. હવે બેઠક 10 જુલાઈએ મળશે.
અમદાવાદ |અમદાવાદ અપડાઉન કરતા આણંદના રહેવાસી સતીષભાઈ જ્હોનભાઈ પરમાર ગુરુવારે બપોરે મણિનગર રેલવે સ્ટેશને મુંબઈ જતી લોકલ ટ્રેનમાં ઉતાવળે રોંગ સાઈડથી ચડવા જતા પડી ગયા હતા. ટ્રેને થોડી સ્પીડ પકડી લીધી હોવાથી સતીષભાઈના પગ વ્હીલ નીચે આવી કપાઈ ગયા હતા. તેમને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અમદાવાદ |રાજ્યની એમબીએ-એમસીએ કોલેજોની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં ગુરુવારે એમબીએ માટે 311, એમસીએ માટે 230 ,એમબીસી માટે 6 પિન આપવામાં આવી હતી. મંગળવાર-બુધવાર-ગુરુવારે 4000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પંજાબ નેશનલ બેન્કમાંથી પિન મેળવવાની છેલ્લી તારીખ આઠમી જુલાઈની છે, જ્યારે રજિસ્ટ્રેશન-ડોક્યુમેન્ટ વેરિફિકેશનેની અંતિમ તારીખ 9 જુલાઈ છે.