• Gujarati News
  • વોટ્સએપે બળતામાં ઘી હોમ્યું, લોકો લાકડીઓ, ધારિયાં લઈ રસ્તા પર ઊતર્યા

વોટ્સએપે બળતામાં ઘી હોમ્યું, લોકો લાકડીઓ, ધારિયાં લઈ રસ્તા પર ઊતર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઅને દસ્ક્રોઇની આસપાસના ગામડાઓમાં રાત્રે લૂંટારું ટોળકી ફરતી હોવાની અફવાએ જોર પકડતાં દહેશતનો માહોલ ફેલાયો છે. અફવાનો નવો ગપગોળો એવો ઉડ્યો છે કે હુમલાખોરો નંબર પ્લેટ વગરની ટાટા સુમોમાં આવે છે અને આગળના ગામથી નીકળીને આપણા ગામમાં આવી રહ્યાં છે, હુમલાખોરો સ્કૂલમાંથી બાળકોને ઉઠાવી ગયા છે વગેરે અફવાના ત્રાસથી દસ્ક્રોઇ તાલુકાના ગામોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. વોટ્સએપ પર ફરતા મેસેજે વાત વધુ વણસાવી છે. ગ્રામ્ય પોલીસે રાત્રિ પેટ્રોલિંગ ઉપરાંત પોઇન્ટ બનાવ્યા છે તેમજ હોમગાર્ડ, સીઆરપીએફ અને ઘોડેસવાર પોલીસ પણ ગોઠવાઈ છે.

છેલ્લા કેટલાય દિવસથી રામોલ, કઠવાડા, કુજાડ, સિંગરવા જેવા ગામોનાં રહીશો ભયનાં ઓથા હેઠળ જીવી રહ્યાં છે. લૂંટારું ટોળકીથી ત્રસ્ત થઈ રહીશોએ રાત્રી પહેરો શરૂ કરી દીધો છે. દરરોજ રાત્રે ગામના લોકો લાકડીઓ લઈ ચોકી પહેરો કરે છે. અફવાના માહોલથી પોલીસ તંત્ર પણ કામે લાગી ગયું છે. અમદાવાદ ગ્રામ્ય કન્ટ્રોલ રૂમમાં રોજના 3થી 4 કોલ અફવાના મળે છે. અમદાવાદ કન્ટ્રોલરૂમમાં આવતા કોલમાં બે ચોર આવ્યા છે અને બે મહિલાના ગળા દબાવ્યા છે, આંતકીઓ આવ્યા છે અને બાળકોના ગળાકાપી નાખે છે, એક ગાંડા માણસને લોકો મારતા હોવાનો સમાવેશ થાય છે.

કઠલાલ તથાકપડવંજ તાલુકાના અંતરિયાળ ગામડાંઓમાં ડફેરો આવતાં હોવાની વાતોના પગલે અપ્રુજી ગામમાં ભારેલો અગ્નિ સર્જાયો હતો. ગ્રામજનોે અને પોલીસ વચ્ચે અથડામણ પછી 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુરુવારે પણ અપ્રુજીમાં દહેશતનો માહોલ પ્રવર્તતો હતો. જ્યારે દહેગામ તાલુકામાં પણ આંતકની અફવાથી ભયભીત ગ્રામજનોએ દહેગામ-બાયડ હાઇવે બે કલાક સુધી ચક્કાજામ કર્યો હતો.

અપ્રુજીમાં હજુ પણ દહેશત, આઠની અટકાયત