તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ભાજપમાં કેમ જોડાયો કહી કોંગ્રેસના પૂર્વ મંત્રી સુહાગ પટેલ પર હુમલો, લૂંટ

ભાજપમાં કેમ જોડાયો કહી કોંગ્રેસના પૂર્વ મંત્રી સુહાગ પટેલ પર હુમલો, લૂંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોટાણાના ઇજપુરામાં સોમવારે રાત્રે બનેલી ઘટના,5 સામે ગુનો

જોટાણાનાઇજપુરા ગામે સોમવારે રાત્રે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ મંત્રી સુહાગ પટેલ પર કોંગ્રેસ અને પાસના ત્રણ કાર્યકરો સહિત પાંચ શખસોએ કેમ ભાજપમાં જોડાયા તેમ કહી હુમલો કર્યો હતો. શખસોએ માર મારી સોનાનો દોરો અને રોકડ મળી રૂ.49,100ની મત્તા લૂંટી લીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મૂળ જોટાણાના ઇજપુરા ગામના અને કડી ખાતે રહેતા સુહાગ રસિકભાઇ પટેલ વતન ઇજપુરા ગામે મહાદેવની પ્રતિષ્ઠા હોઇ તેઓ ગામે આવ્યા હતા. ત્યારે રસોડાના પાછળના ભાગેથી નીકળતી વખતે કોંગ્રેસી કાર્યકર જ્યેશ પટેલ તેમજ પાસના સચિન પટેલ અને નયન પટેલ તેમજ અન્ય બે શખસોએ તું કોને પૂછીને ભાજપમાં જોડાયો છે તેમ કહેતાં સુહાગભાઇએ સ્વેચ્છાએ જોડાયાની વાત કરી હતી. આથી ઉશ્કેરાઇ ગયેલા શખસોએ ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ પોણા બે તોલા સોનાનો દોરો રૂ.47 હજાર અને શર્ટના ખિસ્સામાંથી રૂ.5,900 કાઢી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમને પ્રકાશભાઇ અને સુમિતભાઇએ વચ્ચે પડી વધુ મારથી બચાવ્યા હતા.

બનાવ અંગે સુહાગ પટેલે સાંથલ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકર બહુચરાજીવાળા જયેશ ભોગીલાલ પટેલ, પાસ કાર્યકર સચિન અશોકભાઇ પટેલ, નયનભાઇ વાસુભાઇ પટલ તેમજ અન્ય બે શખ્સો વિરુદ્ધ મારામારી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...